હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL એ એરફોર્સ માટે HTT-40 ટ્રેનર એરક્રાફ્ટ બનાવ્યું છે.
PR
2013 માં તેને ડેવલોપ કરવાનુ કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. વર્ષ 2016માં તેને પોતાની પ્રથમ ઉડાન ભરી
PR
વર્ષ 2020માં બધી ફ્લાઈટ ટેસ્ટ પૂરી થયા પછી એયરફોર્સએ આ વેલિડેટ કરી દીધુ કે આ એયરફોર્સની જરૂરિયાત માટે એકદમ ફિટ છે.
PR
HTT-40 ને HAL દ્વારા વિકસિત કરવામાં આવ્યુ છે અને આ IAFના જૂના ફ્લીટ HPT-32 દીપક ટ્રેનર્સનું સ્થાન લેશે
PR
વિમાનમાં અત્યાધુનિક વ્યૂહાત્મક પ્રણાલીઓ છે અને તેને પાઇલોટને અનુકૂળ સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવી છે.
PR
બેસિડ ફ્લાઈટ ટ્રેનિંગ, એરોબેટિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટ ફ્લાઇંગ અને ક્લોઝ ફોર્મેશન ફ્લાઇટ્સ ઉપરાંત, સંપૂર્ણ એરોબેટિક ટર્બો-ટ્રેનર એરક્રાફ્ટનો ઉપયોગ નેવિગેશન અને નાઇટ ફ્લાઇંગ માટે પણ કરવામાં આવશે
PR
આ એરક્રાફ્ટ લેટેસ્ટ એવિઓનિક્સ અને એસી કેબિનથી સજ્જ છે. તે ટર્બો-પ્રોપ એન્જિન દ્વારા સંચાલિત છે જેનું વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
PR
મિલિટરી એરવર્થિનેસ એન્ડ સર્ટિફિકેશન સેન્ટર (CEMILAC) એ તમામ સિસ્ટમ પરીક્ષણો, PSQR પ્રદર્શન (ગરમ હવામાન, સમુદ્ર સ્તર, ક્રોસ વિન્ડ અને વપરાશકર્તા સહાયિત તકનીકી પરીક્ષણો) પૂર્ણ કર્યા પછી એરક્રાફ્ટની એર યોગ્યતા માટે મંજૂરી જારી કરી છે.
PR
HTT-40 માં એક સ્ટીયરેબલ નોજ વ્હીલ, એક રિટ્રેક્ટેબલ ટ્રાઈસાઈકિલ લૈડિંગ ગિયર સિસ્ટમ, એક બબલ અને એક ટી-ટેલ કૉન્ફિગરેશન છે.
PR
આ એક ફિક્સ્ડ-વિંગ એયરક્રાફ્ટ છે. જેમા ઑલ-મેટલ એયર ફ્રેમ ડિઝાઈન સામેલ છે અને તેમા અત્યાધુનિક સિસ્ટમ છે. જેને પાયલટ ફ્રેંડલી ફીચર્સની સાથે ડિઝાઈન કરવામાં આવ્યુ છે.