એ કયુ રેલવે સ્ટેશન છે જે અડધુ ગુજરાત અને અડધુ મહારાષ્ટ્રમાં છે ?
ભારતમાં તમે અનેક રેલવે સ્ટેશન વિશે વાચ્યુ હશે
social media
ભારતમાં તમે અનેક રેલવે સ્ટેશન વિશે વાચ્યુ હશે
પણ શુ તમે જાણો છો કયુ રેલવે સ્ટેશન અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં છે
જો તમને નથી ખબર તો આજે અમે તમને બતાવી રહ્યા છીએ
ઉલ્લેખનીય છે કે આ રેલવે સ્ટેશન ભારતીય રેલના પશ્ચિમ રેલવે જોન અધિકાર ક્ષેત્રમાં આવે છે
રેલવે સ્ટેશનનુ નામ નવાપુર સ્ટેશન છે જે સૂરત-ભૂસાવળ લાઈન પર છે
આ સ્ટેશન અડધુ મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લામાં છે અને અડધુ ગુજરાતના તાપી જીલ્લામાં છે
800 મીટર લાંબુ આ રેલવે સ્ટેશન 500 મી ગુજરાત અને 300 મી. મહારાષ્ટ્રમાં છે
આ જ કારણ છે કે આ સ્ટેશન પર એનાઉંસમેંટ અંગ્રેજી હિન્દી મરાઠી અને ગુજરાતીમાં થાય છે
અહી ટિકિટ કાઉંટર અને પોલીસ સ્ટેશન મહારાષ્ટ્ર અને સ્ટેશન માસ્ટરનુ ઓફિસ ગુજરાતમાં છે