Facts About Yashasvi Jaiswal - યશસ્વી જાયસ્વાલ વિશે રોચક તથ્ય
યશસ્વી જયસ્વાલ એક ભારતીય ક્રિકેટર છે જેમનો જન્મ 28 ડિસેમ્બર 2001ના રોજ ઉત્તર પ્રદેશના સુરિયાવાંમાં થયો હતો. આવો જાણીએ ડેબ્યુ ટેસ્ટમાં સદી ફટકારીને ચર્ચામાં આવનાર યશસ્વી વિશે
social media
જયસ્વાલનો પરિવાર ખૂબ જ ગરીબ હતો, તેઓ પોતાના પિતા સાથે મુંબઈમાં ડેરીની દુકાનમાં રહેતા હતા, બાદમાં મંદિરમાં રહેવા લાગ્યા.
social media
તેમણે ઉત્તર પ્રદેશના ભદ્રોહીની શેરીઓમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, જ્યાં તેમનો જન્મ અને ઉછેર થયો હતો.
social media
2015 માં, જયસ્વાલ પોતાના ક્રિકેટના સપનાને પુર્ણ કરવા માટે મુંબઈ ગયા, અને તેમને ત્યા પોતાનુ ગુજરાન ચલાવવા માટે શેરીઓમાં પાણીપુરી વેચવી પડી.
social media
તેમણે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને મુંબઈ ઈન્ડિયન્સના ટેલેન્ટ સ્કાઉટ જતિન પરાંજપેનું ધ્યાન ખેંચ્યું, જેમણે તેને MCAની ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ મેળવવામાં મદદ કરી.
social media
જયસ્વાલે સપ્ટેમ્બર 2019માં મુંબઈ માટે લિસ્ટ Aમાં ડેબ્યૂ કર્યું હતું અને તેમની બીજી મેચમાં સદી ફટકારી હતી.
social media
તેમણે ઓક્ટોબર 2019માં વિજય હજારે ટ્રોફીમાં 154 બોલમાં 203 રન બનાવીને લિસ્ટ A માં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો હતો.