નવુ વર્ષ શરૂ થતા જ iPhone 16 ની કિમંતમાં 13000 રૂ. સુધીનો ઘટાડો

ફોન 16ની કિંમતમાં પ્રથમ વખત ઘટાડો કરવામાં આવ્યો છે. તેના તમામ વેરિઅન્ટની કિંમતમાં 5000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ફોન 16નું 128GB વેરિઅન્ટ 79,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેની કિંમત 5000 રૂપિયા ઘટીને 74,900 રૂપિયા થઈ ગઈ છે.

256GB વેરિઅન્ટ 89,900 રૂપિયામાં ઉપલબ્ધ હતું, જે હવે 84,900 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જ્યારે 512GB સ્ટોરેજની કિંમત હાલમાં 1,04,900 રૂપિયા છે. જ્યારે લોન્ચિંગ સમયે તેની કિંમત 1,09,900 રૂપિયા હતી.

જો ગ્રાહકો Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરે છે, તો તેમને 5 ટકા કેશબેક મળશે. તમે ICICI અને કોટક બેંક કાર્ડ પર 4000 રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો

iPhone 16 કાળા, ગુલાબી, ટીલ, સફેદ અને અલ્ટ્રામરીન રંગોમાં આવે છે. આના પર 41,000 રૂપિયાથી વધુની એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ છે

ફોન 16માં 6.1-ઇંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે, જેની મહત્તમ બ્રાઇટનેસ 2,000 nits છે. તેમાં ડાયનેમિક આઈલેન્ડ ફીચર ઉપલબ્ધ છે.

તેમાં A18 ચિપસેટ છે. ઉપકરણ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે અને iOS 18 પર ચાલે છે. તે એપલ ઇન્ટેલિજન્સ ફીચરને પણ સપોર્ટ કરે છે.

કેમેરાના સંદર્ભમાં, તેમાં 2x ઇન-સેન્સર ઝૂમ અને f/1.6 અપર્ચર સાથે 48MP વાઇડ-એંગલ કેમેરા અને f/2.2 અપર્ચર અને ઓટોફોકસ સાથે 12MP અલ્ટ્રાવાઇડ કેમેરા છે.

ફ્રન્ટમાં 12MP સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં 5G, 4G LTE, Wi-Fi 6E, બ્લૂટૂથ, GPS, NFC અને USB Type-C પોર્ટ માટે સપોર્ટ છે.