વાવાઝોડા દરમિયાન રાખો આ સાવધાનીઓ : Cyclone Biparjoy

ચક્રવાત બિપરજોય (Cyclone Biparjoy)દરમિયાન કે પછી કેટલીક સાવધાનીઓ રાખીને ખુદને અને પોતાના લોકોને સુરક્ષિત રાખી શકાય છે.

webdunia

જો તમે ઘરે હોવ, તો મુખ્ય વિદ્યુત સ્વિચ અને ગેસ સપ્લાય તરત જ બંધ કરો.

આ સમય દરમિયાન દરવાજા અને બારીઓ બંધ રાખો.

જો તમારું ઘર અસુરક્ષિત છે, તો ચક્રવાત પહેલા જ કોઈ સારા સલામત સ્થળે જતા રહો.

રેડિયો સાંભળતા રહો જેથી તમને વાવાઝોડા સંબંધિત અપડેટ્સ મળતા રહે.

આ દરમિયાન, માત્ર ઉકાળેલું અથવા ક્લોરિનવાળુ પાણી પીવો.

સત્તાવાર ચેતવણીઓ પર વિશ્વાસ કરો. અફવાઓથી બચો.

જો તમે બહાર હોવ તો કોઈપણ ક્ષતિગ્રસ્ત ઈમારતમાં પાસે જશો નહી

તૂટેલા ઇલેક્ટ્રિક થાંભલા, તાર અને અણીદાર વસ્તુઓથી બચો.