2025 માં વિશ્વના 10 સૌથી ધનિક દેશો

ફોર્બ્સ ઈન્ડિયા 2025ની યાદી અનુસાર, આ વિશ્વના ટોચના 10 સૌથી અમીર દેશો છે. જાણો કોણ છે નંબર 1...

યુરોપનો નાનો દેશ લક્ઝમબર્ગ વિશ્વનો સૌથી ધનિક દેશ છે.

એશિયાઈ દેશોમાં મોખરે રહેલું સિંગાપોર આ યાદીમાં બીજા સ્થાને છે.

મકાઉ SAR, ચીન હેઠળ, તેના કેસિનો ઉદ્યોગ અને પ્રવાસનને કારણે વિશ્વનો ત્રીજો સૌથી ધનિક પ્રદેશ છે.

યુરોપિયન દેશ આયર્લેન્ડની માથાદીઠ જીડીપી આશરે $131,550 છે, જે ફાર્મા અને ટેક ઉદ્યોગો દ્વારા સંચાલિત છે.

પેટ્રોલ અને ગેસના ભંડારે મધ્ય પૂર્વના કતારને વિશ્વના સૌથી ધનિક દેશોમાં સ્થાન આપ્યું છે.

નોર્વે તેના કુદરતી સંસાધનો અને ઉચ્ચ જીવનધોરણને કારણે ટોચની યાદીમાં છઠ્ઠા નંબરે છે.

બેંકિંગ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે ફેમસ સ્વિત્ઝર્લેન્ડ અમીરોની પહેલી પસંદ છે.

દક્ષિણપૂર્વ એશિયામાં સ્થિત બ્રુનેઈ દારુસલામ આ યાદીમાં આઠમા નંબરે છે.

દક્ષિણ અમેરિકાનો નાનકડો દેશ ગુયાના આ યાદીમાં નવમા નંબરે છે.

ટેક્નોલોજી, ઈનોવેશન અને મોટા બિઝનેસના બળ પર અમેરિકા હંમેશા અમીર દેશોની યાદીમાં રહે છે, પરંતુ આ વખતે તે દસમાં નંબર પર છે.