ભારતને સોને કી ચિડિયા કેમ કહે છે ?
પ્રાચીન સમયમાં ભારત ખાદ્ય પદાર્થો, ગોલ્ડ, કપાસ, રત્ન, હીરા વગેરેની નિકાસમાં વિશ્વમાં સૌથી આગળ હતુ.
wd
1800 વર્ષ પહેલા ભારતમા સોનાની માઈનિંગ કરવામાં આવતી રહી છે અને હજુ પણ કર્ણાટકમાં સૌથી વધુ સોનુ નીકળે છે.
મહેમૂદ ગજનીએ 1001માં 4 લાખ સોનાના સિક્કા લૂટ્યા હતા. આ ઉપરાંત સૈનિકો અને જયપાલને છોડવા માટે પણ તેને 4.5 લાખ સોનાના સિક્કા લીધા હતા.
સન 1025માં મહમૂદ ગજનીએ ગુજરાતના સોમનાથ મંદિરને અનેકવાર સોના માટે લૂટ્યુ હતુ.
1739માં પર્સિયાના નાદિરશાહે દિલ્હીમાંથી એટલુ સોનુ લુટ્યુ કે 2 વર્ષ સુધી પર્સિયામાં કોઈએ ટેક્સ ન આપ્યો.
મુઘલ કાળમાં શાહજહાંએ તખ્ત-એ-તૌસ નામનું 1000 કિલો સોનાનું સિંહાસન બનાવ્યું હતું.
2011માં પદ્મનાભ મંદિરમાંથી ખજાનામાં મળેલું સોનું કેરળના બજેટ કરતાં અનેકગણું વધારે હતું. એટલું સોનું હજી દબાયેલું છે.
ભારતમાં હજુ પણ લગભગ 22,000 ટન સોનું લોકો પાસે છે, જેમાંથી લગભગ 3,000-4,000 ટન ભારતના મંદિરોમાં છે.
1500 ની આસપાસ, વિશ્વની આવકમાં ભારતનો હિસ્સો 24.5% હતો, જે સમગ્ર યુરોપની આવકની બરાબર હતો.