અનંત ચતુર્દશીની 8 ખાસ વાતો

અનંત ચતુર્દશીની 8 ખાસ વાતો

webdunia

વિષ્ણુ પૂજાઃ અનંત ચતુર્દશીના દિવસે વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવાનુ વિધાન છે.

વ્રત: આ દિવસે શ્રી હરિ વિષ્ણુ માટે ઉપવાસ કરે છે. તેઓ ધન, સમૃદ્ધિ અને સંતાન વગેરેની ઈચ્છા સાથે આ વ્રત કરે છે.

અનંત સૂત્રઃ અનંત સ્વરૂપની પૂજા કર્યા પછી હાથ પર અનંત સૂત્ર બાંધવામાં આવે છે.

14 ગાંઠો: અનંત સૂત્રની 14 ગાંઠો છે જે વિષ્ણુના 14 વિશ્વોનું પ્રતીક છે.

બધી પરેશાનીઓ દૂર થાય છેઃ ભગવાન અનંતની પૂજા કરવાથી તમામ કષ્ટોનો અંત આવે છે.

પાંડવોએ કરી હતી પૂજાઃ શ્રી કૃષ્ણની સલાહ પર જ્યારે પાંડવોએ પૂજા કરી તો તેમને તેમની પરેશાનીઓમાંથી મુક્તિ મળી અને ફરીથી રાજમહેલ મળ્યો.

કેમ કહે છે અનંત - ભગવાન વિષ્ણુ શેષનાગની શૈય્યા પર શયન કરે છે. શેષનાથનુ નામ અનંત પણ છે.

અનંત ચતુર્દશીની કથા : અનંત ચતુર્દશીના દિવસે શ્રી કૃષ્ણ દ્વારા યુધિષ્ઠિરને કૌંદિન્ય અને તેની પત્ની શીલાની કથા સંભળાવવામાં આવે છે.