પીપળા નીચે દિવો મુકવાથી શુ થાય છે ?

પીપળાનુ ઝાડ હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. તેની પૂજા અને પરિક્રમા કરવાન ખાસ મહત્વ છે.

webdunia

શનિ અમાવસ્યાના દિવસે પીપળની 7 પરિક્રમા કરવાથી અને કાળા તલવાળા સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદેવની પીડામાંથી મુક્તિ મળે છે.

અનુરાધા નક્ષત્ર સાથે જોડાયેલી શનિ અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવાથી અને દીવો પ્રગટાવવાથી શનિદેવની પીડામાંથી મુક્તિ મળે છે.

મંગલ મુહૂર્તમાં દરરોજ પીપળની 3 પરિક્રમા કરવાથી જળ ચઢાવવાથી અને દીપ પ્રગટાવવાથી દરિદ્રતા, દુ:ખ અને દુર્ભાગ્યનો નાશ થાય છે.

શનિવારે સાંજે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.

અમાવસ્યાની રાત્રે પીપળના ઝાડ નીચે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

પીપળાની નીચે 41 દિવસ સુધી નિયમિત રીતે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

શનિવારે પીપળા નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિની મહાદશા, સાડે સતી, ધૈયાથી મુક્તિ મળે છે.

દંતકથા અનુસાર, શનિએ પીપળ બનેલા કૈતાભને મારીને ઋષિઓના જીવ બચાવ્યા હતા. ત્યારથી પીપળા નીચે દીવો પ્રગટાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.