હનુમાનજીને કેમ અર્પિત કરવામાં આવે છે પાનનું બીડું ?

હનુમાનજીને પાનનું બીડું કેમ અર્પિત કરવામાં આવે છે ? જાણો

webdunia

તમે કહેવત તો સાંભળી જ હશે કે 'બીડું ઉઠાવવુ' એટલે કોઈ અગત્યના કે જોખમી કામની જવાબદારી પોતાના માથે લેવી.

જો તમારા જીવનમાં કોઈ મોટું સંકટ આવે છે, તો તેના ઉકેલની જવાબદારી હનુમાનજીને સોંપવા માટે પાનનું બીડું ચઢાવો.

ગુલુકંદ, વરિયાળી, લવિંગ, કોપરાનો છીણ અને સુમન કતરી નાખવામાં આવે છે. તેમા કાથો, સોપારી અને ચુનો નથી નાખવામાં આવતો.

મંગળવારના દિવસે તેમની વિધિવત પૂજા કર્યા પછી, તેમણે ભોગની સાથે બીડું અર્પણ કરીને મનોકામના કહેવામાં આવે છે.

હનુમાનજીને બીડું અર્પણ કરવાથી જે પણ સંકટ ચાલી રહ્યું છે તે દૂર થઈ જાય છે.

પાનનું બીડું ચઢાવવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

બીડું ચઢાવવાથી હનુમાનજીના વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના મનમાં નિર્ભયતાનો સંચાર થાય છે.

બીડું ચઢાવતી વખતે બોલો, 'હે હનુમાનજી, હું તમને આ મીઠા રસથી ભરેલું પાન અર્પણ કરું છું. આ મીઠા પાનની જેમ તમે મારા જીવનને મીઠાશથી ભરી દો.