માઘ પૂર્ણિમાના દિવસે કરી લો 7 ઉપાય તો થશે શુભ

પુરાણમાં માઘ પૂર્ણિમનુ ખાસ મહત્વ ગણાયુ છે. આ દિવસે 7 કાર્ય જરૂર કરવા

webdunia

આ દિવસે દાન-દક્ષિણાનો બત્રીસ ગણુ ફળ મળે છે. તેથી તેને બત્તીસી પૂર્ણિમા પણ કહે છે.

પ્રયાગમાં માઘ મહીનામાં સ્નાન કરવાના જે ફળ મળે છે તે દસ હજાર અશ્વમેઘ યજ્ઞ કરવાથી પણ મળતુ નથી.

સ્નાન પછી સૂર્યદેવને અર્ધ્ય અર્પિત કરવાથી બધા પ્રકારના દોષ દૂર થાય છે.

માઘ મહીનામાં ગંગાના કાંઠે કલ્પવાસ કરવાથી પણ પાપનુ નાશ થઈને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન માધવની પૂજા કરવાથી તેમની કૃપા બની રહે છે અને સુખ-સૌભાગ્ય, ધન સંતાન અને મોક્ષ મળે છે.

માઘ પૂર્ણિમા પર કાળા તલ પિતરોને તર્પણ કરવાથી તેમણે મુક્તિ મળે છે.

પૂજા કે વ્રત પછી મધ્યાહન કાળમાં કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવીને દાન દક્ષિણા આપવી.