નવરાત્રીમાં ન કરશો આ 13 કામ

નવરાત્રીમાં જો તમે માતાની આરાધના વ્રત ઉપવાસ સાથે કરતા હોય તો તમારે કેટલીક વાતોનુ ધ્યાન જરૂર રાખવુ જોઈએ. જાણો નવરાત્રીમાં શુ ન કરવુ તેના વિશે

webdunia

વ્રત રાખનારા લોકોએ દાઢી કરવી જોઈએ નહી કે વાળ ન કાપવા જોઈએ

ભક્તોએ તેમના નખ કાપવા જોઈએ નહીં

જો તમે અખંડ જ્યોતિ પ્રગટાવી હોય, તો ઘરમાં 24 કલાક કોઈને કોઈ વ્યક્તિ હાજર રહે તેવી વ્યવસ્થા રાખો.

9 દિવસ દરમિયાન ડુંગળી, લસણ અને માંસાહાર ખોરાક ટાળો

નવરાત્ર દરમિયાન ગંદા કપડા ન પહેરવા જોઈએ

ચામડાની બનેલી વસ્તુઓ જેમ કે બેલ્ટ, સ્લીપર્સ, શૂઝનો ઉપયોગ ન કરવો જોઈએ

ઉપવાસ કરનારા લોકોએ લીંબુ ન કાપવું જોઈએ

ઉપવાસ કરતી વખતે, વ્રત કરનારા ભક્તોએ ભોજનમાં અનાજ અને મીઠાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ

જો વિષ્ણુ પુરાણનું માનીએ તો બપોરના સમયે ઉંઘવાની મનાઈ છે.

જો તમે ફળાહાર પર છો તો તેને એક બેઠકમાં ખાઈને પૂર્ણ કરો.

જો તમે ચાલીસા કે સપ્તશતીનો જાપ કરતા હોવ તો તેને કોઈની સાથે વાત કરવા માટે ક્યારેય રોકશો નહીં.

ઘણી વખત લોકો ભૂખ સામે લડવા માટે તમાકુ મોઢામાં નાખે છે. આવી આદત છોડો, કારણ કે વ્યસન તમારા ઉપવાસનો નાશ કરે છે.

બ્રહ્મચર્યનું પાલન કરો, શારીરિક સંબંધ બાંધવાનું ટાળો, તે ઉપવાસના પરિણામને અવરોધે છે