Kevda Trij Vrat Niyam: કેવડાત્રીજ વ્રત કરો છો તો ન કરશો આ ભૂલ, નહી તો ફળ નહી મળે

ભાદરવા મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિના દિવસે કેવડાત્રીજ/હરતાલિકા ત્રીજનુ વ્રત કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ દિવસનુ વિશેષ મહત્વ છે. આવો જાણીએ આના નિયમો વિશે.

webdunia

કેવડાત્રીજના દિવસે તૃતીયા તિથિમાં જ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ. તૃતીયા તિથિમાં પૂજા ગોઘલી અને પ્રદોષ કાળમાં કરવામાં આવે છે.

નવ વિવાહિતાઓ પહેલા પહેલા આ વ્રતને જેવી રીતે કરશે હંમેશા તેને એ જ રીતે વ્રત કરવુ પડશે, તેથી પહેલા વ્રતથી જે નિયમ અપનાવ્યા છે તેનુ પાલન કરો.

જો નિર્જલા જ વ્રત રાખ્યુ હતુ તો હંમેશા નિર્જલા વ્રત જ રાખો. તમે આ વ્રતમાં વચ્ચે પાણી પી શકતા નથી.

કેવડાત્રીજનુ વ્રત શરૂ કર્યા પછી તમારે ઓછામાં ઓછુ એક વર્ષ રાખવુ પડશે. જો કોઈ વર્ષે બીમાર પડ્યા તો આ વ્રત છોડી શકતા નથી.

જો તમારે વ્રત છોડવુ હોય તો તમારે ઉદ્યાપન કરવુ પડશે અથવા તો તમારી સાસુ કે દેરાણીને વ્રત આપવુ પડશે.

આ વ્રતમાં સૂવાની મનાઈ છે. વ્રતી મહિલાઓ આખી રાત જાગીને ભગવાન શિવનુ સ્મરણ કરવુ જોઈએ

આ દિવસે વ્રતી મહિલાઓએ સોળ શ્રૃંગાર કરવો જોઈએ. આ દિવસે શૃંગારનો સામાન સુહાગણ સ્ત્રીને દાન કરવુ જોઈએ.

તીજના વ્રતમાં અનાજ, જળ અને ફળ 24 કલાક કશુ ન ખાવુ જોઈએ. શાસ્ત્રો મુજબ કેવડાત્રીજ વ્રતને શ્રદ્ધા પૂર્વક પાલન કરવુ જોઈએ. ગર્ભવતી અને બીમાર મહિલા ફળાહાર લઈ શકે છે