કેવી રીતે ઉજવશો રક્ષાબંધન

રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેન સ્નાન વગેરેથી નિવૃત થઈને પૂજા કરો અને સૂર્ય દેવને જળ ચઢાવો

webdunia

ભાઈને રાખડી બાંધવા માટે એક સુંદર થાળી તૈયાર કરો

થાળીમાં દીવો, ફુલ, તિલક, ચોખા અને મીઠાઈ મુકો

સૌથી પહેલા ભગવાનનુ તિલક કરી રાખડી બાંધો અને મોઠુ મીઠુ કરાવો

યાદ રાખો કે નાગ દેવતા અને ભૈરવ જીના નામની રાખડી બાંધવી ભૂલશો નહી

ભગવાન અને ભાઈને રાખડી બાંધતી વખતે માથુ ઢાંકો અને ભાઈ પણ માથા પર રૂમાલ મુકીને જ રાખડી બંધાવે

ત્યારબાદ ભાઈને સ્વચ્છ પાટલા પર બેસાડો

ભાઈને તિલક લગાવો અને ભાઈની આરતી કરો

ત્યારબાદ મંત્રનો જાપ કરતા રાખડી બાંધો અને ભાઈને મોઢુ મીઠુ કરાવો

રાખડી બાંધતી વખતે આ શ્લોકનુ ઉચ્ચારણ કરો અને ભાઈના લાંબા આયુની કામના કરો

येन बद्धो बलि: राजा दानवेंद्रो महाबल। तेन त्वामपि बध्नामि रक्षे मा चल मा चल।।

જે રક્ષાસૂત્રથી રાજા બલિને બાંધવામં આવ્યો હતો એ સૂત્રથી હુ તમને બાંધુ છુ. હે રક્ષા સૂત્ર તુ અડગ રહેજે. તારી રક્ષાના સંકલ્પથી ક્યારેય પણ વિચલિત ન થઈશ.

webdunia