પરણેલી મહિલાઓના નામ આગળ શ્રીમતી કેમ લગાડવામાં આવે છે

હિન્દુઓમાં વિવાહિત સ્ત્રીઓના નામ આગળ શ્રીમતી લગાડવામાં આવે છે. શુ મતલબ હોય છે શ્રીમતીનો ? આવો જાણીએ

હિન્દુ પરિણીત મહિલાઓને શ્રીમતી અને પુરુષોને શ્રીમાન કહેવામાં આવે છે.

શ્રીમતિમાં શ્રી એટલે સંપત્તિ અને મતિ એટલે બુદ્ધિ.

શ્રી એટલે લક્ષ્મી અને મતિ એટલે દેવી સરસ્વતી.

હિંદુ ધર્મમાં મહિલાઓને લક્ષ્મી અને સરસ્વતી માનવામાં આવે છે.

જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે.

એક સ્ત્રી જે બુદ્ધિશાળી અને શિક્ષિત છે, તે તેના કુળને તારી દે છે.