Shani Jayanti : શનિદેવ વિશે 10 રોચક તથ્ય

હિન્દુ કેલેંડર મુજબ દર વર્ષે જેઠ મહિનાની અમાસના રોજ શનિ મહારાજની જયંતિ ઉજવવામાં આવે છે. જાણો 10 રોચક વાતો...

webdunia

શનિદેવનો જન્મ જેઠ મહિનાની કૃષ્ણ અમાવસ્યા અને કેટલાક ગ્રંથ મુજબ ભાદરવા મહિનાની અમાસના રોજ થયો હતો.

શનિ ભગવાનના પિતા સૂર્ય અને માતાનુ નામ છાયા છે. તેમની માતાને સંવર્ણા પણ કહે છે

સૂર્ય અને છાયાના પુત્ર શનિદેવના યમરાજ, વૈવસ્વત મનુ અને કુંતી પુત્ર કર્ણ ભાઈ છે. યમુના તેમની બહેન છે.

ચિત્રરથની કન્યા સાથે તેમનો વિવાહ થયો હતો. શનિદેવની ધામિની, ધ્વજનિની વગેરે 8 પત્નીઓ છે.

એક કથા મુજબ શનિદેવનો જન્મ ઋષિ કશ્યપના અભિભાવકત્વ યજ્ઞ દ્વાર થયો એવુ માનવામાં આવે છે.

શનિદેવના સિદ્ધ પીઠ - 1 શનિ શિંગણાપુર (મહારાષ્ટ્ર) શનિશ્ચરા મંદિર (મધ્યપ્રદેશ) અને સિદ્ધ શનિદેવ (ઉત્તરપ્રદેશ)

જો કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય કરે છે તો તે શનિની વક્ર દ્રષ્ટિથી બચી શકતો નથી.

બાળપણમાં પિતાથી રિસાઈને શનિદેવ ક્યાક જતા રહ્યા હતા. હનુમાનજીએ તેમને પોતાની પૂંછડીથી પકડીને ફરી તેમના ઘરે પહોંચાડી દીધા હતા.

શનિદેવને રાવણે બંધક બનાવી લીધા હતા. લંકા દહન દરમિયાન હનુમાનજીએ શનિદેવને મુક્ત કરાવ્યા હતા.

હનુમાનજીને છોડીને શનિદેવે બધાને પોતાની દ્રષ્ટિથી આઘાત પહોંચાડ્યો છે.