ગરોળીનું તમારા પર પડવું શુભ છે કે અશુભ

જ્યોતિષ શાસ્ત્રમાં ગરોળીના શરીરના કોઈપણ ભાગ પર પડવાની સ્થિતિને જુદી જુદી રીતે દર્શાવવામાં આવ્યુ છે

webdunia

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગરોળી વ્યક્તિના માથા પર પડે તો તેને લાભ થવાની શક્યતા છે.

તે જ રીતે લલાટ પર ગરોળી પડવાથી પ્રિય વ્યકિત સાથે મુલાકાત કે જોવાના સંજોગો પેદા થાય છે.

ડાબા કાન પર ગરોળી પડે તો લાભ થાય છે, તો જમણા કાન પર પડવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.

જો ગરોળી આંખ પર પડી હોય તો ધનમાં વધારો થાય છે.

હાથ પર ગરોળી પડવાથી નવા કપડા મળી શકે છે. ડાબા હાથ પર પડવાથી પ્રતિષ્ઠામાં વધારો થાય છે

માથા અથવા વાળ પર પડતી ગરોળી સૌથી ઘાતક માનવામાં આવે છે. તે શારીરિક પીડા કે અકસ્માતને આમંત્રણ આપે છે.

ડાબા પગ પર ગરોળી પડવાથી નુકસાન થાય છે અને જમણા પગ પર પડવાથી ઘરમાં આફત આવે છે.

જમણા હાથના કાંડા પર ગરોળી પડવાનો અર્થ થાય છે કે સંપત્તિનું નુકસાન થાય છે. તેથી તેનો ડાબી બાજુનો સ્પર્શ બદનામી લાવે છે.

છાતી પર ગરોળી પડવાથી ઘરમાં દુખ આવે છે.

પીઠ પર પડનારી ગરોળી ખરાબ આરોગ્ય પ્રદાન કરે છે.