ઘટ સ્થાપના કેવી રીતે કરશો ? જાણો સરળ વિધિ

શારદીય નવરાત્રિમાં માટીના ઘડાની સ્થાપના કરવામાં આવે છે. જાણો ઘટ સ્થાપના વિધિ

webdunia

તાંબાના વાસણમાં પાણી ભરીને તેના ઉપરના ભાગ પર નાડાછડી બાંધીને માટીના ઘટ પર મુકો

હવે કળશ ની અંદર 5 કેરીના પાન મૂકો.

હવે પાંદડાની વચ્ચે બાંધેલા નારિયેળને લાલ કપડામાં લપેટી લો.

આ પછી ગણેશજીની પૂજા કરો અને પછી દેવીનું આહ્વાન કરો.

- આહ્વાન કરતી વખતે પ્રાર્થના કરો કે 'હે સર્વ દેવી-દેવતાઓ, 9 દિવસ સુધી કળશ માં બિરાજમાન રહો

આહ્વાન કર્યા પછી, બધા દેવતાઓ કળશમાં બિરાજમાન છે એમ માનીને કળશની પૂજા કરો.

કળશને કકુ લગાવો, અક્ષત, માળા, અત્તર, નૈવેદ્ય, ફળો અને મીઠાઈઓ વગેરે ચઢાવો