Karva Chauth Puja Vidhi - કેવી રીતે કરશો કરવા ચોથની પૂજા ?

સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનુ વ્રત કરે છે. આવો જાણીએ કેવી રીતે કરવી કરવા ચોથની પૂજા

webdunia

સૂર્યોદય પહેલા ઉઠો અને ઘર સાફ કરો અને પછી સ્નાન કરી પૂજા ઘર સાફ કરો.

હવે સાસુએ આપેલું ભોજન લઈને ભગવાનની પૂજા કરવી અને નિર્જળા વ્રતનું વ્રત કરવું. દિવસભર ઉપવાસ કરો

ત્યારબાદ સાંજે માટીની વેદીમાં તમામ દેવતાઓની સ્થાપના કરો અને 10 થી 13 કરવા મુકો. પૂજાની સામગ્રી થાળીમાં મુકો.

ચંદ્ર નીકળવાના લગભગ એક કલાક પહેલા પૂજા શરૂ કરો. પૂજા દરમિયાન કરવા ચોથની કથા સાંભળો અથવા વાંચો.

જ્યારે ચંદ્ર દેખાય ત્યારે તેના ચારણી દ્વારા દર્શન કરો. ચંદ્રદર્શન પછી ચંદ્રને અર્ઘ્ય અર્પણ આપો અને ચંદ્રની પૂજા કરો.

ચંદ્રની પૂજા કર્યા પછી પુત્રવધૂ પોતાની સાસુની થાળી શણગારે છે અને મીઠાઈ, ફળ, બદામ, પૈસા વગેરે આપીને તેમના આશીર્વાદ લે છે.

હવે ઉપવાસ છોડો એટલે કે પહેલા થોડું પાણી લો અને પછી ભોજન કરો.

અખંડ સુહાગનુ વ્રત તમને સૌભાગ્ય આપે, સુંદર રંગ સાથે દરેક ક્ષણ તમને ખુશીઓ આપે... કરવા ચોથની શુભકામનાઓ