ભગવાન શ્રીકૃષ્ણની જન્મકથા

જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની કથા પણ સાંભળવામાં આવે છે જે આ પ્રમાણે છે-

દ્વાપર યુગમાં રાજા ઉગ્રસેન મથુરાના રાજા હતા. તેમના જુલમી પુત્ર કંસે તેમને ગાદી પરથી હટાવી દીધા અને પોતે મથુરાના રાજા બની ગયો.

કંસની એક બહેન દેવકી હતી, જેના લગ્ન વાસુદેવ નામના યદુવંશી સાથે થયા હતા.

કંસ તેની બહેન દેવકીને તેના સાસરિયે છોડવા જઈ રહ્યો હતો ત્યારે જ રસ્તામાં આકાશવાણી થઈ - 'હે કંસ, તું જેને લઈ જઈ રહ્યો છે તેનો આઠમો પુત્ર જ તારો વધ કરશે.

આકાશવાણી સાંભળીને કંસ વાસુદેવને મારવા લાગ્યો. ત્યારે દેવકીએ કહ્યું- 'મારા ગર્ભમાંથી જન્મેલા બાળકોને હ તમને સોપી દઈશ. કંસે દેવકીની વાત માની લીધી.

પછી એક દિવસ નારદ મુનિએ કંસના મનમાં શંકા ઉભી કરી કે તને કેવી રીતે ખબર પડશે કે તારી સમક્ષ જે પુત્ર લાવ્યા છે તે આઠમો જ છે?

નારદ મુનિની આ વાત સાંભળીને કંસએ વસુદેવ-દેવકીને જેલમાં નાખ્યા. બંનેને એક પછી એક સાત પુત્રો થયા અને સાતેય કંસ દ્વારા માર્યા ગયા હતા.

પછી ભગવાન વિષ્ણુએ યોગમાયા સાથે મળીને દેવકીના આઠમા સંતાનની રક્ષા માટે માયાની રચના કરી અને તે જ રાત્રે યશોદાના ખોળે એક કન્યાનો જન્મ થયો, જે માયા હતી.

પછી દેવકીના આઠમા પુત્રએ અચાનક વિષ્ણુનું રૂપ ધારણ કર્યું અને કહ્યું કે તમે મને યશોદા પાસે છોડી દો અને યશોદાની પુત્રી કંસને સોંપી દો.

શ્રી વિષ્ણુના વાત સાંભળીને, વાસુદેવ બાળ કૃષ્ણને ટોપલીમાં મૂકીને તરત જ જેલમાંથી નીકળી ગયા અને યમુના પાર કરીને નંદજીના ઘરે પહોંચ્યા.

નંદજીની ત્યા તેમણે નવજાત શિશુને યશોદા પાસે સુવડાવ્યું અને નાનકડી કન્યાને લઈને જેલમાં આવ્યા.

કંસે જઈને દેવકીના હાથમાંથી કન્યાને છીનવી લીધી અને તેને ધરતી પર પછાડવાની કોશિશ કરી, પરંતુ તે કન્યા અચાનક આકાશમાં ઉડી ગઈ અને બોલી- 'અરે મૂર્ખ, તને મારનારો તો ક્યારનો જન્મ લઈ ચુક્યો છે.