મકરસંક્રાંતિ પર સમૃદ્ધિ અને આરોગ્ય માટે કરો આ 10 કામ

સૂર્ય આરાધનાનો તહેવાર મકર સંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 કે15 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. આ દિવસે 7 ઉપાય કરવાથી જીવનમાં શુભ્રતાનો સંચાર થશે.

social media

આ દિવસે સૂર્યને અર્ધ્ય આપવાથી આરોગ્ય સંબંધી ફાયદા મળે છે અને સૂર્ય દોષ દૂર થઈને કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય છે.

આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી પુણ્ય હજારગણુ થઈ જાય છે. નદીમાં નહી તો ઘર પર જ જળમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો.

આ દિવસે કાળા તલના લાડુ, ગોળ, ફળ, લીલા શાકભાજી, ખિચડી, રેવડીનુ દાન કરવુ અતિ શુભ છે અને ગરીબોને ભોજન કરાવવાથી પુણ્ય હજારગણુ થઈ જાય છે.

આ દિવસે વિશેષ રૂપે ગાયને લીલો ચારો ખવડાવવામાં આવે છે. ગાયને લીલો ચારો ખવડાવવાથી માતા લક્ષ્મી અને દુર્ગા મા પ્રસન્ન થાય છે.

આ દિવસે ખિચડીનો ભોગ લગાવવામાં આવે છે અને ગોળ-તલ, રેવડી, ગઝકનો પ્રસાદ પણ વહેંચાય છે. તેનાથી સૂર્ય અને શનિની કૃપા પ્રાપ્ત થાય છે.

આ તહેવાર પતંગ મહોત્સવ પણ છે. પતંગ ઉડાવવા પાછળનુ મુખ્ય કારણ છે થોડા કલાક સૂર્યના પ્રકાશમાં વિતાવવા. તેનાથી આરોગ્ય સારુ રહે છે.

કાળા તલ અને ગોળના લાડુ બનાવી ખાવાથી એક બાજુ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તો બીજી બાજુ તેનુ દાન કરવાથી સૂર્ય-શનિ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે.

આ દિવસે ભગવાન વિષ્ણુની માતા લક્ષ્મી સાથે પૂજા કરવાથી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં ઘન ધાન્યની કમી રહેતી નથી.

આ દિવસે પિતરોની શાંતિ માટે જળયુક્ત અર્પણ કરો. પિતરોને જળ આપતી વખતે તેમા તલનો પ્રયોગ કરો તેનાથી ઘર પરિવારને આરોગ્ય, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

મકર સંક્રાંતિ પર ગોળ અને કાચા ચોખા વહેતા જળમાં પ્રવાહિત કરવા શુભ રહે છે.