Ghat Sthapana Vastu Tips - માં દુર્ગાની મૂર્તિની સ્થાપના કરતા પહેલા જાણો જરૂરી નિયમ

આસો મહિનાના શુક્લ પક્ષની એકમથી નવરાત્રીની શરૂઆત થાય છે માં દુર્ગાની મૂર્તિની સ્થાપના પહેલા જાણી લો મૂર્તિની સ્થાપનાનાં નિયમ

webdunia

વાસ્તુ જાણકારો મુજબ માં દુર્ગાની મૂર્તિની ઉત્તર-પૂર્વ દિશા એટલેકે ઈશાન ખૂણામાં સ્થાપના કરો.

આ દિશામાં માતાની મૂર્તિનુ સ્થાપન કરવામાં આવે તો શારીરીક અને માનસિક શાંતિ મળે છે.

ઉત્તર-પૂર્વમાં મૂર્તિનુ સ્થાપન કરવુ શક્ય ન હોય તો ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં પણ માં દુર્ગાની મૂર્તિની સ્થાપના કરી શકાય

પૂર્વ દિશા તરફ મોંઢૂ રાખીને પૂજા કરવાથી વ્યક્તિમાં ચેતના જાગૃત થાય છે

દક્ષિણ દિશામાંથી મોંઢૂ રાખીને પૂજા કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે.

માં દૂર્ગાની મૂર્તિને ભૂલથી પણ દક્ષિણ દિશામાં ના રાખશો. આ દિશાને યમરાજની દિશા કહેવામાં આવે છે.

આ દિશામાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આ દિશામાં માંની મૂર્તિને રાખવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિની હાનિ થાય છે.