Guru Pushya - પુષ્ય નક્ષત્રમાં શુ કરવુ શુ નહી ?

Guru Pushya Nakshatra 2023: ગુરૂ પુષ્ય નક્ષત્રનો મહાયોગ બની રહ્યો છે આવો જાણીએ આ દિવસે શુ કરવુ શુ ન કરવુ.

webdunia

ગુરૂ પુષ્ય નક્ષત્રમાં શુ કરવુ ?

ગુરુ પુષ્ય યોગમાં ઈચ્છા અનુસાર કોઈ પણ શુભ યંત્ર સ્થાપિત કરી શકાય છે. પીપળના ઝાડને જળ ચઢાવો.

ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે કોઈ નિષ્ણાતને પૂછીને તમે કોઈપણ પવિત્ર છોડની જડ લાવી શકો છો.

ગુરુ પુષ્ય નક્ષત્રમાં જૂના ચાંદીના સિક્કા અને રૂપિયા સાથે કૌડી મુકીને કેસર અને હળદરથી તેની પૂજા કરી શકો છો.

ગુરુ પુષ્ય નક્ષત્રમાં પિત્તળનો હાથી, વાહન, મકાન, જમીન, વહીખાતા, હસ્તકલા, ચિત્રકામ અને પુસ્તક ખરીદવું શુભ છે.

આ દિવસે તમે પ્યાઉનું નિર્માણ, મંદિર નિર્માણ, મકાન નિર્માણ અને કોઈપણ નવા મંત્રના જાપની શરૂઆત કરી શકો છો.

આ દિવસે પાણી, પેય પદાર્થ, મોસમી રસીલા ફળો ઉપરાંત દાળ, ખીચડી, ચોખા, ચણાનો લોટ, કઢી, બૂંદીના લાડુ વગેરેનું દાન કરી શકો છો

આ દિવસે શુ ન કરવુ ?

ગુરુ પુષ્ય નક્ષત્રમાં સ્ટીલ કે પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુ ન ખરીદવી.

જો તમે ગુરુ પુષ્ય નક્ષત્રમાં વાસણો ખરીદતા હોય તો તેને ઘરમાં ખાલી ન લાવશો.

જો તમે ગુરુ પુષ્ય નક્ષત્રમાં ઘરેણાં ખરીદો છો, તો પહેલા તેને ભગવાનને અર્પણ કરો, સીધા જાતે ન પહેરો.

ગુરુ પુષ્ય નક્ષત્રમાં કાળા કે રાખોડી રંગના કપડાં ન ખરીદો.

આ નક્ષત્રમાં લગ્ન કરવું શુભ માનવામાં આવતું નથી.