મહારાષ્ટ્રમાં ક્યા છે અષ્ટવિનાયક મંદિર

મહારાષ્ટ્રમાં પુણેની નિકટ ગણેશજીના 8 પવિત્ર અને પ્રાચીન મંદિર છે. જેને અષ્ટવિનાયક કહેવામાં આવે છે.

webdunia

મયુરેશ્વર કે મોરેશ્વર મંદિર પુણે - પુણેથી 75 કિમી દૂર ગણેશજીએ અહી સિંધુરાસુરનો વધ મોર પર સવાર થઈને કર્યો હતો.

સિદ્ધિવિનાયક મંદિર, અહમદનગર - ભીમા નદી પાસે પર્વત પર સ્થિત આ સ્થાન પર વિષ્ણુજીએ સિદ્ધી પ્રાપ્તિ કરી હતી.

બલ્લાલેશ્વર મંદિર, પાલી : કુલાબા જીલ્લાના પાલી નામના સ્થાન પર ભક્ત બલ્લાલના નામે આ મંદિરનુ નામ મુકવામાં આવ્યુ છે.

વરદવિનાયક મંદિર, રાયગઢ : રાયગઢના કોલ્હાપુર નામના સ્થાન પર વરદવિનાયક વિરાજમાન છે. જે મનોકામના પૂર્ણ કરે છે.

ચિંતામણી - ચિંતામણિ મંદિર, પુણે: આ મંદિરની સ્થાપના ભક્ત મોર્યા ગોસાવી દ્વારા પુણે શહેરથી 25 કિમી દૂર થેઉર ગામમાં કરવામાં આવી હતી.

ગિરિજાત્મજ મંદિર, પુણે : આ મંદિર પૂણેથી લગભગ 100 કિમી દૂર લેન્યાદ્રી ગામમાં એક પર્વત પર આવેલું છે.

વિઘ્નેશ્વર મંદિર, ઓઝર: ગણેશજીએ પુણેથી લગભગ 85 કિમી દૂર ઓઝર જિલ્લાના જુનાર વિસ્તારમાં વિઘ્નાસુરનો વધ કર્યો હતો.

મહાગણપતિ મંદિર, રાજણગાંવ : પુણેથી 55 કિમી દૂર રાજણગાંવમાં આવેલા મંદિરના ગણેશને મહોત્કટના નામથી પણ ઓળખવામાં આવે છે.