શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2015
Written By
Last Updated : શનિવાર, 22 નવેમ્બર 2014 (17:26 IST)

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ વર્લ્ડકપ 2015 માટેનું હોમવર્ક કહેવાશે

આવતા મહિને ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે. આ ટીમનુ નેતૃત્વ કપતાન મહેન્દ્ર સિંહ ધોની કરશે. ટીમની જાહેરાત થઈ ગઈ ચ એહ્ ટીમમા ધોની ઉપરાંત વિરાટ કોહલી, શિખર ધવન મુરલી વિજય . કેએલ રાહુલ. ચેતેશ્વર પુંજારા આંજિક્ય રહાણે. રોહિત શર્મા. સુરેશ રૈના. રિદ્ધિમાન સાહા. નમન ઓઝા. આર. અશ્વિન. કર્ણ શર્મા. રવિન્દ્ર જાડેજા. ભુવનેશ્વસ્ર કુમાર. મોહમ્મદ શામી. ઈશાંત શર્મા. ઉમેશ યાદવ અને વરુણ એરોનનો સમાવેશ છે. 

 
 
ઉલ્લેખનીય છે કે ઘાયલ થવાને કારણે મહેન્દ્ર સિંહ ધોની પહેલા ટેસ્ટ મેચમાં નહી રમે. નમન ઓઝાને ફક્ત પ્રથમ ટેસ્ટ માટે ટીમમાં લેવામાં આવ્યા છે. અહી ટીમ ઈંડિયા ચાર ટેસ્ટ મેચ અને ચાર એકદિવસીય મેચ પણ રમશે. આ શ્રેણી પર ક્રિકેટના માહિતગારોની નજર ટકી છે. જેનુ કારણ એ છે કે આ શ્રેણી પછી વર્લ્ડકપનુ અયોજન થવાનુ છે. આ વખત વર્લ્ડકપનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડ મળીને કરી રહ્યા છે. તેથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈંડિયા વર્લ્ડકપ માટે હોમવર્કના રૂપમાં જોવામાં આવી રહ્યુ છે. 
 
ભારતીય ટીમ હાલ  જોશમાં છે. કારણ કે તેણે શ્રીલંકાને એકદિવસીય શ્રેણીમાં 5-0થી હરાવીને મોકલી છે. પણ અહી ઉલ્લેખનીય એ વાત છે કે ટીમ ઈંડિયાનુ આ પ્રદર્શન પોતાની ધરતી પર હતુ. જો આપણે ઈતિહાસ પર નજર નાકેહી તો જોશુ કે વિદેશી ધરતી પર ટીમ ઈંડિયાના ધુરંધર ફેલ થાય છે. જેનુ તાજુ ઉદાહરણ ભારતનો ઈગ્લેંડ પ્રવાસ છે. જ્યા ટીમ ઈંડિયા પાંચ મેચોની શ્રીની 3-1થી હારી ગઈ હતી. 
 
ભારતનો ઈગ્લેંડ પ્રવાસ જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલ્યો હતો. જો કે એકદિવસીય મેચની શ્રેણીમાં ટીમે કમબેક કર્યુ ને 3-1 થી જીત નોંધાવી. છતા તેમા જો આપણે ભારતીય ટીમના પ્રદર્શન પર વિચાર કરીએ તો એ જોવા મળશે કે ફાસ્ટ પિચ પર આપણા ખેલાડી અસહજ થઈ જાય છે. 
 
જ્યા સુધી ઓસ્ટ્રેલિયા પ્રવાસની વાત છે તો ટીમ ઈંડિયા આ પહેલા વર્શ 2011-12 માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગઈ હતી એ સમયે ભારતીય ટીમનો હોસલો ખૂબ બુલંદ હતો. કારણ કે ટીમ વર્લ્ડ ચેમ્પિયન હતી નએ તેની રેકિંગ એકદિવસીય મેચોમાંથી એક હતી. છતા ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં 4-0થી પરાજીત કરી હતી.  અને બોર્ડર-ગાવસ્કર કપ પર કબજો કર્યો હતો. આઠ મેચોની ત્રિકોણીય એકદિવસીય શ્રેણીમાં પણ બહરતના ચાર મેચ ગુમાવી હતી. એક ટાઈ થઈ હતી અને ત્રણ મેચ ભારત જીત્યુ હતુ.  
 
હાલ જે ટીમની સ્થિતિ છે એ વર્ષ 2011-2012 થી ખૂબ જ જુદી છે. હજુ પણ ટીમનો ઉત્સાહ વધેલો છે. ભારતની રેકિંગ નંબર વન છે. આવામાં ભારતનો આ ઓસ્ટ્રેલિયા પ્રવાસ કેવો રહેશે હાલ આ વિશે કશુ પણ કહી શકાતુ નથી.  જે વિરાટ કોહલીની બેટ શ્રીલંકા સામે સારી ચાલી અને તેમણે શ્રેણીમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવ્ય. જેમા એક સદીનો પણ સમાવેશ છે. તો બીજી બાજુ ઈગ્લેંડ પ્રવાસ દરમિયાન તેઓ સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા. 
 
ધોની ઘાયલ છે તેથી તેમના ફિટનેસ પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. જો કે કેએલ રાહુલ જેવા યુવા ખેલાડી પાસે ટીમને ઘણી આશા છે. રોહિત શર્માનુ પ્રદર્શન પણ ચોંકાવનારુ હોઈ શકે છે.  શિખર ધવન લયમાં છે. સુરેશ રૈનાનું ટીમમાં કમબેક થયુ છે. તેમની પાસેથી પણ ટીમને આશાઓ છે.  પણ એ વાત પર કોઈ શક નથી કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ ભારતીય ટીમ માટે હોમવર્ક સાબિત થશે. શ્રેણી દરમિયાન ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના વાતાવરણ સાથે ફ્રેંડલી થઈ જશે.  ત્યાના બોલરો અને બેટ્સમેનો સાથે પણ પરિચિત થઈ જશે.  આ એક વધુ વાત એ છે ટીમ ઈંડિયા પિચને સારી રીતે સમજી જશે.