1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 30 એપ્રિલ 2024 (18:20 IST)

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

કોરોના (Corona) રોગચાળાથી દુનિયાભરમાં લાખો લોકોનુ મોત થયુ. કોવિડથી બચાવ માટે અનેક દેશોની સરકારો તરફથી ઉતાવળમાં લોકો માટે વેક્સીનની વ્યવસ્થા કરવામાં આવી.  દુનિયાની અનેક કંપનીઓએ કોવિડ વેક્સીન  (Covid vaccine) બનાવી હતી. તેમાથી એક કંપની એસ્ટ્રાજેનેકા હતી. એસ્ટ્રાજેનેકા જેણે કોવિશીલ્ડ નામની કોરોના વેક્સીનનુ નિર્માણ કર્યુ  હતુ તેમણે સ્વીકાર કર્યુ છે કે તેમના દ્વારા બનાવેલ વેક્સીનથી લોકોને કેટલાક સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે.  કંપનીએ કહ્યુ છે કે તેનાથી લોહીના થક્કા જમવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં 1 અરબ 70 કરોડ ડોસેજ કોવિશીલ્ડના લગાવ્યા હતા. 
 
યૂરોપમાં એક લાખમાં એકને ખતરો, ભારતમાં નુકશાન નજીવુ 
 
ભારતમાં લોકોને કોવિડ રસીના લગભગ 2 અબજ 21 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં 93 ટકા લોકોને કોરોના સામે રસી આપવામાં આવી છે. કોવિડ રસી પર દેખરેખ રાખતી એપ્લિકેશન કોવિનના ડેટા અનુસાર, AEFI કેસ 0.007% છે. આ ડોઝમાં કોવિશિલ્ડના 1 અબજ 70 કરોડ ડોઝ સામેલ છે. બીજી બાજુ દુનિયામાં એસ્ટ્રેજનેકાના 2 અરબ 50 કરોડથી વધુ ડોસેજ લગાવ્ય છે. પણ 2021માં જ યૂરોપિયન મેડિસિન એજંસીએ 222 લોકોમાં એસ્ટ્રેજનેકાને કારણે ક્લોટિંગની વાત કરી હતી.  મતલબ એ વખતે લાખમાં એકને ખતરો હતો. એ પણ યૂરોપીય દેશોમાં. ભારતની માહિતીમાં પણ બ્લડ ક્લોટિંગને વાત હતી અને તેના પર નજર રાખવામાં અ અવી પણ ફાયદાન્નો આંકડો ખૂબ મોટો હતો અને નુકશાન ન બરાબર છે. 
 
 કોરોનાની વેક્સીન લીધા પછી ક્યા સુધી થઈ શકે છે તકલીફ ?
કોઈને પણ ટીકાના roll out પછી AEFI એટલે કે After Events Following Immunization ને જોવામાં આવે છે. ઠીક એવુ જ ભારતસરકારે કોરોનાના વેક્સીન લગાવવા દરમિયાન લાંબા સમય સુધી મોનિટરિંગ કર્યુ. પોર્ટલ બન્યુ. કમિટી બની. સમય સમય પર તેને જોવામાં આવ્યુ. હવે એસ્ટ્રેજનેકાને લઈને આવેલ  સમાચાર પછી ભારતના કોવિશીલ્ડ પ્રશ્નોના ઘેરામાં છે. જો કે વિશેષજ્ઞોનુ માન વુ છે કે આટલી લાંબી અસર થતી નથી. કોઈ પરેશાની થાય તો વેક્સીન લીધા પછી તરત જોવા મળે છે કે પછી મહિના દોઢ મહિના પછી અસર જોવા મળે છે. અસર જોવા પણ  મળી તો AEFI ની એ ટકાવારી ભારતમાં વેક્સીન પછી 0.007 % ટકા છે. તેથી હવે ગભરાવવાની જરૂર નથી. 
 
 
ભારતમાં કોમ્પિકેશનની વધુ ફરિયાદો નથી
ભારત સરકારે કોરોના વેક્સીનના રોલ આઉટ બાદ AEFI પોર્ટલ બનાવ્યું છે. આ સાથે AEFI કમિટીની પણ રચના કરવામાં આવી હતી. આ સમિતિએ છેલ્લે મે 2022માં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો. આ રિપોર્ટ એવા લોકો વિશે હતો જેમણે કોરોનાની રસી લીધા પછી તકલીફોની ફરિયાદ કરી હતી તો ફક્ત સમસ્યા કોવિશીલ્ડની સાથે જ નથી પણ સ્પુતનિક, covaxin અને Corbevax ની સાથે પણ હતી. આ વેક્સીન લીધા પછી લોકોએ પોતાને તકલીફની ફરિયાદ કરી હતી અને આ દસ્તાવેજ ઈંટરનેટ પર ગયા પછી જો તમે ફક્ત AEFI ટાઈપ કરશો તો તમે પણ જોઈ શકો છો.  
 
બ્લડ ક્લોટિંગ શુ હોય છે ? 
 
બ્લડ ક્લોટ (ગંઠાઈ)  જવાની સ્થિતિને થ્રોમ્બોસિસ કહેવામાં આવે છે અને તે શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે જેમ કે નસો, ધમનીઓ અથવા હાર્ટની અંદર. જેના કારણે શરીરના અંગોમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી. લોહી ગંઠાઈ ન જાય તે માટે લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફારો કરી શકાય છે. થ્રોમ્બોસિસને કારણે હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી જવાનો ખતરો વધી જાય છે.
 
કોવિશિલ્ડના કયા કયા સાઈડ ઈફેક્ટ હોઈ શકે ?
કોવિશિલ્ડને લઈને જે પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે તેની માહિતીપહેલાથી જ હતી, જો કે, તેના ફાયદાની સરખામણીમાં નુકસાનની ટકાવારી ઘણી ઓછી હતી જેને નજીવી ગણી શકાય. સીરમ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, વેક્સીન લીધા પછી, તમને બેહોશ અથવા ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત હાર્ટબીટમાં ફેરફાર, શ્વાસ લેવામાં તકલીફ અથવા શ્વાસ લેતી વખતે સીટીના અવાજની સમસ્યા થઈ શકે છે. હોઠ, ચહેરો અથવા ગળામાં સોજાની સમસ્યા પણ જોવા મળી શકે છે.  કંપનીનું કહેવું છે કે વેક્સીનેશન  પછી એક જ સમયે એકથી વધુ આડઅસર જોવા મળી શકે છે. આમાં સ્નાયુઓ અથવા સાંધામાં દુખાવો, માથાનો દુખાવો, ધ્રુજારીનો સમાવેશ થાય છે. કંપનીએ આ સ્થિતિમાં તમારા ડૉક્ટરની સલાહ લેવાની સલાહ આપી છે કંપનીનું કહેવું છે કે આ સમસ્યાઓ 10માંથી એક વ્યક્તિને થઈ શકે છે.
 
કંપનીએ એમ પણ કહ્યું છે કે, રસીકરણ પછી, ઈન્જેક્શનની જગ્યા પર સોજો અથવા લાલાશ, તાવ, ઉલટી અથવા ઝાડા, હાથ અને પગમાં દુખાવો અથવા વધુ તાવ, ગળામાં દુખાવો, નાક વહેવું, ઉધરસ અથવા ધ્રુજારી જેવા લક્ષણો પણ આવી શકે છે. 
 
એસ્ટ્રાઝેનેકાએ શું કહ્યું?
 
એસ્ટ્રાઝેનેકાએ કહ્યુ  છે કે "એવું માનવામાં આવે છે કે AZ રસી, ખૂબ જ ઓછા કિસ્સાઓમાં, TTS નું કારણ બની શકે છે. વધુમાં, AZ રસી (અથવા કોઈપણ રસી) ની ગેરહાજરીમાં TTS થઈ શકે છે." એસ્ટ્રાઝેનેકાએ સ્કોટના દાવાના કાયદાકીય બચાવ માટે સંમત થયા છે, જે પીડિત અને શોકગ્રસ્ત સંબંધીઓને ચૂકવણી તરફ દોરી શકે છે.
 
સામાન્ય રીતે 1લી મેના રોજ મજૂર દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ઉપરાંત  આજે મહારાષ્ટ્ર અને ગુજરાત દિવસ પણ ઉજવવામાં આવે છે. આ બે રાજ્યોની સ્થાપના 1  મે ના દિવસે થઈ હતી. ભારતની આઝાદી સમયે, આ બંને રાજ્યો બોમ્બેનો ભાગ હતા. ઉલ્લેખનીય છે કે મરાઠી અને ગુજરાતી ભાષી લોકો પોતાના માટે અલગ રાજ્યની માંગ કરી રહ્યા હતા. જેના કારણે રાજ્યભરમાં હલચલ થઈ રહી હતી.
 
એ સમયે સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ 1956 હેઠળ ઘણા રાજ્યોની રચના કરવામાં આવી હતી. આ કાયદા હેઠળ, કર્ણાટક રાજ્ય કન્નડ ભાષી લોકો માટે બનાવવામાં આવ્યું હતું, જ્યારે આંધ્ર પ્રદેશ તેલુગુ ભાષી લોકો માટે બનાવવામાં આવ્યું હતું. કેરળ અને તમિલનાડુની રચના મલયાલમ અને તમિલ ભાષી રાજ્યો માટે કરવામાં આવી હતી. જોકે મરાઠી અને ગુજરાતીઓ માટે અલગ રાજ્ય આપવામાં આવ્યું ન હતું. આ અંગે અનેક આંદોલનો થયા.