1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 4 મે 2024 (18:29 IST)

T20 World Cup 2024 ને માટે અમેરિકાએ કર્યુ ટીમનુ એલાન કર્યુ. USA ટીમમાં 7 ભારતીયોને સ્થાન

T20 World Cup 2024: યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ 1 જૂનથી રમાનારી ICC T20 વર્લ્ડ કપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પ્રથમ વખત, અમેરિકા, જે વેસ્ટ ઈન્ડિઝ સાથે સંયુક્ત રીતે આ મોટી ICC ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે, તે ક્રિકેટની આ મોટી ટૂર્નામેન્ટમાં રમતું જોવા મળશે.ભારતીય મૂળના મોનાંક પટેલ આ મેગા ઈવેન્ટ માટે યુએસએની 15 સભ્યોની ટીમની કેપ્ટનશિપની જવાબદારી સંભાળતા જોવા મળશે.  બીજી બાજુ આ ટીમમાં ન્યુઝીલેંડ તરફથી ઈંટરનેશનલ ક્રિકેટમા રમનર ઓલરાઉંડર ખેલાડી કોરી એંડરસનમે પણ સ્થાન મળ્યુ છે.  જ્યારે કે ભારતીય અંડર 19ના કપ્તાન રહી ચુકેલા ઉન્મુક્ત  ચંદન આ ટીમનો ભાગ નથી. 
 
  T20 વર્લ્ડ કપ 2024 માટે અમેરિકાની 15 સભ્યોની ટીમ:
મોનાંક પટેલ (કેપ્ટન), એરોન જોન્સ (વાઈસ-કેપ્ટન), એન્ડ્રીસ ગોસ, કોરી એન્ડરસન, અલી ખાન, હરમીત સિંહ, જેસી સિંઘ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતીશ કુમાર, નોસ્તુશ કેંજીગે, સૌરભ નેત્રાવલકર, શેડલી વાન શેલ્કવીક, સ્ટીવન ટેલર. , શયાન જહાંગીર.
 
રિઝર્વ પ્લેયર - ગજાનંદ સિંહ, જુઆનોએ ડ્રેસાડાલે, યાસિર મોહમ્મદ