1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 17 મે 2024 (11:22 IST)

MDH- એવરેસ્ટ મસાલા પર નેપાળમાં પ્રતિબંધ

MDH And Everest Bans: સિંગાપોર અને હોંગકોંગ બાદ નેપાળે હવે MDH અને એવરેસ્ટ બ્રાન્ડના મસાલા પર પ્રતિબંધ મૂક્યો છે. નેપાળના સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે બે ભારતીય મસાલા બ્રાન્ડ્સ એવરેસ્ટ અને MDHના વેચાણ, વપરાશ અને આયાત પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે.
 
નેપાળના ફૂડ ટેક્નોલોજી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે MDH અને એવરેસ્ટના મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઈડની શક્યતાને કારણે આ નિર્ણય લીધો છે. આ સાથે તેણે આ મસાલાઓમાં ઈથિલિન ઓક્સાઈડનું ટેસ્ટિંગ પણ શરૂ કર્યું છે.
 
ન્યૂઝ એજન્સી એએનઆઈએ કહ્યું છે કે, "નેપાળમાં આયાત કરવામાં આવતા એવરેસ્ટ અને MDH બ્રાન્ડના મસાલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગના પ્રવક્તા મોહન ક્રિષ્ના મહાર્જને જણાવ્યું હતું કે, "તેમાં હાનિકારક રસાયણો હોવાના અહેવાલો પછી એક અઠવાડિયા પહેલા આ મસાલાની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને અમે તેના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે."
 
MDH અને એવરેસ્ટ ભારત સહિત વિશ્વભરમાં મસાલાની મોટી બ્રાન્ડ છે. આ મસાલા મધ્ય પૂર્વ સહિત વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. હાલમાં બ્રિટન, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ એમડીએચ અને એવરેસ્ટ મસાલાનું પરીક્ષણ થવાની સંભાવના છે.