સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 25 ઑગસ્ટ 2021 (14:04 IST)

નુસરત જહાં ડિલીવરી માટે હોસ્પીટલમાં દાખલ ડાક્ટર્સથી કરી આ ખાસ રિક્વેસ્ટ

Nusrat jahan pregnant
એક્ટ્રેસ નુસરત જહાં થોડા જ સમયમાં જ તેના પહેલા બાળકને જન્મ આપશે. રિપોર્ટસ અનુસાર, તેને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને ગુરુવાર (26 ઓગસ્ટ) સુધીમાં તેનું બાળક આ દુનિયામાં આવી શકે છે. છે. નુસરત તેણીની પ્રેગ્નેંસીને કારણે ખૂબ ચર્ચામાં રહી છે. તેના પાર્ટનર નિખિલ જૈન સાથે અણબનાવના સમાચાર પણ હેડલાઇન્સ બન્યા છે. એવા અહેવાલો છે કે નુસરત અભિનેતા યશ દાસ ગુપ્તાને ડેટ કરી રહી છે.
યશ દાસગુપ્તા સાથે સંબંધોની ચર્ચા
નુસરતને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 26 ઓગસ્ટ તેમની ડિલિવરી થઈ શકે છે. નુસરતના બેબી બમ્પની તસવીરો અને પ્રેગ્નન્સીના સમાચાર ચર્ચા બન્યા હતા. તે જ સમયે, તેમના અને નિખિલ જૈનના લગ્ન તોડવાના અહેવાલો પણ હેડલાઇન્સમાં રહ્યા. ઉલ્લેખનીય છે કે નુસરત યશ દાસગુપ્તા સાથે રિલેશનશિપમાં છે. આણંદ બજાર પત્રિકાના અહેવાલ અનુસાર, નુસરતે ડોક્ટરોને વિનંતી કરી છે કે ડિલિવરી દરમિયાન યશને તેની સાથે રહેવા દો.