જીમ નથી જઈ શકતા તો આ રીતે ઘટાડો વજન

શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (15:08 IST)

Widgets Magazine

જાડાપણુ મતલબ શરીરમા સતત ચરબી જમા થતી રહેવી. આજે દર 5 માંથી 3 લોકો જાડાપણાનો શિકાર થઈ રહ્યા છે. આ જાડાપણુ આગળ જઈને અન્ય બીમારીઓને આમંત્રણ આપે છે. હકીકતમાં તેને જ બધી બીમારીઓનુ જડ માનવામાં આવે છે. વજન વધવાનુ સૌથી મોટુ કારણ આપણી બદલાતી જીવનશૈલી અને ખાવા પીવાની બગડતી આદતો છે. સમયની ઉણપને કારણે ઘણા બધા લોકો સમય પહેલા જમવાનુ કે બહારનુ ફાસ્ટફૂડ ખાય છે. તેને કંટ્રોલ કરવા માટે લોકો અનેક પ્રકારનો ડાયેટ પ્લાન ફોલો કરે છે કે પછી ખાવા પીવાનુ બિલકુલ છોડી દે છે. પણ તમને બતાવી દઈએ કે ખાવા પીવાનુ છોડવાથી વજન ઓછી નથી થતુ પણ યોગ્ય સમય પર યોગ્ય ડાયેટ લેવાથી વજન કંટ્રોલમાં રહે છે.  વજન વધવાનુ બીજુ મોટુ કારણ છે કે આપણે વોક કરતા નથી કે કસરત કરતા નથી. સીટિંગ જૉબ આપણને એટલા આળસુ બનાવી દે છે કે આપણે પગપાળા હાલવુ ફરવુ અને શ્રમવાળુ કામ કરવા જ નથી માંગતા. પરિણામ બેસીને જ બધા કામ કરવાથી ન તો આપણે જમવાનુ પચાવી શકીએ છીએ કે ન તો પરસેવો બહાર પાડી શકીએ છીએ. ચરબી શરીરમાં જ એકત્ર થઈ જાય છે જે જાડાપણાનું રૂપ લઈ લે છે. 
 
જાડાપણુ ઓછુ કરવામાં આપણને ખૂબ મહેનત લાગે છે. કારણ કે આપણે વિચારીએ છીએ કે કઠિન એક્સરસાઈઝ કરવાથી જ આપણે તેને કંટ્રોલ કરી શકીએ છીએ. પણ આ જરૂરી નથી. તમે કેટલીક ટિપ્સ ફૉલો કરીને પણ તમારુ વજન ઓછુ કરી શકો છો  જો તમે હેવી એક્સસસાઈઝ કે નથી જઈ શકતા તો આ ટિપ્સને ફોલો કરો. 
 
દિવસમાં 3 વાર 20 મિનિટ વોક કરો - રોજ લગભગ 15000 પગલા પગપાળા જરૂર ચાલો. પહેલા તમને ચાલવામાં થોડી મુશ્કેલી થશે પણ પહેલા થોડુ થોડુ ચાલો. ધીરે ધીરે સમયને વધારતા જાવ. આ ઉપરાંત ખાધા-પીધા પછી 20 મિનિટ ફરવા જરૂર જાવ. 
 
વોક કરતી વખતે ગ્રીન ટી પીવો - ગ્રીન ટી પીવાથી મેટાબૉલિઝ્મ ( metabolism) ઝડપથી વધે છે તેનાથી ફેટ બર્ન થાય છે. વૉકિંગ કરતી વખતે ગ્રીન ટી નુ સેવન જરૂર કરો. 
 
એક્સરસાઈઝ - વૉક ઉપરાંત હલકીફુલકી કસરતને પણ રોજની દિનચર્યામાં સામેલ કરો. 15થી 20 પુશઅપ, સ્કવૈટ્સ(squats) વગેરે. હલકી ફુલકી એક્સરસઈઝને સામેલ કરો. 
 
એક મિનિટની બ્રેક-સતત ફરવાથી કે એક્સરસાઈઝ કરવાથી એનર્જી લેવલ ડાઉન થવા માંડશે. સતતને બદલે વચ્ચે વચ્ચે એકાદ  મિનિટની બ્રેક જરૂર લો. જેથી એનર્જી ભરપૂર રહે. 
 
ગળ્યા ડ્રિંક્સથી પરેજ - જો તમે સતત વોક અને વર્કઆઉટ કરો છો તો મીઠા પેય પદાર્થોનુ સેવન ન કરો. કારણ કે મીઠી વસ્તુઓમાં કેલોરી વધુ માત્રામાં હોય છે. 
 
પાણીની યોગ્ય માત્રામાં સેવન - પાણીનુ સેવન વધુ કરો. પાણી શરીરમાં ઝેરીલા ટૉક્સિનને મૂત્ર દ્વારા બહાર કાઢે છે. શોધમાં એ વાત પણ સામે આવી છે કે પાણી પીવાથી પણ વજન ઓછુ થાય છે. રોજ 1. 5 લીટર પાણી જરૂર પીવો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

આરોગ્ય સલાહ - કઢી લીમડામાં છે અનેક ઔષધીય ગુણ

કઢી લીમડામાં અનેક ઔષધીય ગુણ જોવા મળે છે. આ ખાવાનો સ્વાદ અને ખુશ્બુ બંને વધારે છે. અનેક ...

news

પેટ દુખાવાની સાથે વજન ઓછું કરવામાં પણ મદદગાર છે અજમા

આરોગ્ય- રસોડામાં ઘણા મસાલાનો ઉપયોગ કરાય છે. તેમાથી એક છે અજમા. અજમામાં મળતા ગુણોના કારણે ...

news

ગરમ દૂધ અને ગોળ ખાવાથી થાય છે અનેક ફાયદા

દૂધમાં મળનારુ કેલ્શિયમ અને પ્રોટીન આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. તેનાથી બાળકોનો વિકસ અને ...

news

રિફાઈંડ Oil ખાવ છો તો જરૂર રાખો આ વાતનુ ધ્યાન

ઘણા લોકો જમવાનું બનાવતી વખતે સરસવનુ તેલ કે ઘી નો ઉપયોગ કરવાને બદલે રિફાઈંડનો પ્રયોગ કરે ...

Widgets Magazine