શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: ગુરુવાર, 20 એપ્રિલ 2017 (12:16 IST)

તમે પણ મિલાવટી ઝેરીલું દૂધ તો નથી પી રહ્યા.. આ રીતે ઓળખો મિલાવટી દૂધને

ફૂડ રેગુલેટર એફએસએસઆઈ (FSSAI)ના સર્વેથી આ વાત સામે આવી છે કે દક્ષિણ ભારત સામે ઉત્તર ભારતના રાજ્યોમાં દૂધમાં વધુ મિલાવટ જોવા મળી રહી છે.  એફએસએસઆઈના ચેયરમેન આશીષ બહુગુણાએ કેન્દ્રીય ઉપભોક્તા સુરક્ષા પરિષદની બેઠકમાં આ માહિતી આપી છે. 
 
બહુગુણા મુજબ સાચા આંકડા માટે એક વધુ સર્વે કરવામાં આવશે.  ત્યારબાદ મિલાવટ કરનારા સ્થાન પર વધુ ધ્યાન આપવામાં આવશે. દૂધની ક્વોલિટી તપાસવા માટે ફૂડ રેગુલેટરે એક કિટ પણ તૈયાર કરી છે જે 15થી 20 રૂપિયામાં માર્કેટમાં મળી જશે. અભિયાનને સફળ બનાવવા માટે  એફએસએસઆઈ રોકાણકારો સાથે વાતચીત પણ કરી રહી છે. 
 
વેબદુનિયા તમને બતાવી રહ્યુ છે કેટલીક એવી ટિપ્સ જેને અપનાવીને તમે અસલી કે નકલી દૂધનો ફરક સહેલાઈથી જાણી શકો છો. 
 
- સિંથેટિક દૂધની ઓળખ કરવા માટે તેને સૂંઘો. જો સાબુ જેવી ગંધ આવી રહી છે તો તેનો મતલબ છે કે દૂધ સિંથેટિક છે. જ્યારે કે અસલી દૂધમાં કોઈ ગંધ હોતી નથી. 
- અસલી દૂધનો સ્વાદ થોડો ગળ્યો હોય છે જ્યારે કે નકલી દૂધનો સ્વાદ ડિટર્જેંટ અને સોડા મિક્સ હોવાને કારણે કડવો લાગે છે. 
- અસલી દૂધ સ્ટોર કરતા તે પોતાનો રંગ નહી બદલે. જ્યારે કે નકલી દૂધ થોડા સમય પછી પીળુ પડવા માંડશે. 
- જો અસલી દૂધને ઉકાળો તો તેનો રંગ નહી બદલાય. બીજી બાજુ નકલી દૂધ ઉકાળવાથી તેનો રંગ પીળો થઈ જાય છે. 
- દૂધમાં પાણીની મિલાવત તપાસવા માટે કોઈ ચિકણી લાકડી કે પત્થરની સપાટી પર દૂધના એક કે બે ટીપા ટપકાવીને જુઓ. જો દૂધ વહેતુ નીચેની તરફ જાય અને સફેદ ધારની નિશાન બની જાય તો દૂધ શુદ્ધ છે. 
- અસલી દૂધને હાથની વચ્ચે રગડાઅથી કોઈ ચિકાશ અનુભવાતી નથી. નકલી દૂધને જો તમે તમારા હાથની વચ્ચે રગડશો તો તમને ડિટર્જેંટ જેવી ચિકાશ અનુભવાશે.