Akshay Birthday special અક્ષય કુમાર દરેક ગર્લફ્રેંડ સાથે સગાઈ કરતા હતા

Last Updated: રવિવાર, 9 સપ્ટેમ્બર 2018 (09:42 IST)

9 સપ્ટેમ્બર 1976ના રોજ અમૃતસરમાં જન્મેલા બોલીવુડ એક્ટર પોતાનો 50મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. અક્ષયે બોલીવુડમાં એક એક્શન હીરોના રૂપમાં શરૂઆત કરી હતી. પણ આજે અક્ષય દરેક પ્રકારની ફિલ્મોકરી રહ્યા છે. અક્ષયની કૉમિક ટાઈમિંગ ખૂબ જ લાજવબા છે.
તો બીજી બાજુ તેમના લવ અફેયર્સ પણ એટલાજ મજેદાર છે.

ટ્વિંટલ ખન્ના સાથે લગ્ન કરતા પહેલા અક્ષય દરેક ગર્લફ્રેંડ સાથે સગાઈ કરવા માટે જાણીતા હતા. અક્ષય કુમારનુ નામ 90ની લગભગ દરેક મોટી એક્ટ્રેસ સાથે જોડાયુ.

એક ઈંટરવ્યુમાં અક્ષયની એક્સ ગર્લફેંડ શિલ્પા શેટ્ટીએ અક્ષય સાથે જોડાયેલ મજેદાર વાત શેયર કરી હતી. શિલ્પાએ જણાવ્યુ હતુ, "અક્ષય કુમાર પોતાના પ્રેમનો વિશ્વાસ અપાવવા માટે પોતાની ગર્લફ્રેંડ સાથે જલ્દી સગાઈ કરી લેતા. અક્ષય પોતાની દરેક ગર્લફ્રેંડને મોડી રાત્રે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં લઈ જતા અને ત્યા લગ્ન કરવાનુ વચન આપતા. પણ જેવી અક્ષયના લાઈફમાં કોઈ નવી છોકરી આવતી અક્ષય પોતાનું વચન ભૂલી જતા."


આ પણ વાંચો :