1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ

ફેંગશુઈ દ્વારા સમૃદ્ધિ મેળવો

ફેંગશુઈ દ્વારા સમૃદ્ધિ મેળવો
N.D
આજના આ ભાગદોડવાળા યુગમાં દરેક વ્યક્તિને શાંતિની શોધ રહે છે. દરેક વ્યક્તિ પોતાના મનની શાંતિ માટે કંઈ ને કંઈ ઉપાયો અજમાવે છે. પછી ભલેને તેને વાસ્તુનો સહારો લેવો પડે કે યોગનો. તો એવી કેટલીક ટીપ્સ અમે અહીં આપી છે જે તમને જરૂર લાભદાયી નીવડશે.

* ફેંગશુઈમાં પવન ઘંટડી, હાસ્ય વેરતાં બુદ્ધ, કાચબો, ત્રણ પગવાળો દેડકો, જહાજ અને ચીની સિક્કા વગેરેનું ખુબ જ મહત્વ છે. તેને તમે તમારા ઘર અને ઓફીસમાં યોગ્ય જગ્યાએ મુકીને તમે તમારા વ્યાપાર-વ્યવસાયને વધારી શકો છો અને તમારા મનની શાંતિને પણ મેળવી શકો છો.

* ભોજન કરતી વખતે ક્યારેય પણ ટીવી ન જોવું કેમકે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે નુકશાનકારક છે. બને ત્યાર સુધી ટીવી ને ડાઈનીંગ રૂમમાં ન રાખશો.

* દંપત્તિના પલંગની નીચે ભંગાર અને નકામી વસ્તુઓ રાખવી નહિ કેમકે તેનાથી દંપતિ વચ્ચે ઝઘડા થાય છે.

* શુભ પ્રાપ્તિ માટે ઘરના પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક જેવા શુભ પ્રતિકો લગાવો.

* બેડરૂમમાં લવબર્ડસનું ચિત્ર લગાવવાથી દંપતિના મધુર સંબંધો જળવાઈ રહે છે.

* ડાઈનીંગ ટેબલ પર ખુરશીઓની સંખ્યા સમ હોવી જોઈએ. ફેંગશુઈમાં ગોળડાઈનીંગ ટેબલેન વધારે શુભ માનવામાં આવે છે.