જન્મ દિવસ મુબારક - અરૂના ઇરાની
|
18મી ઓગસ્ટ આવતા લોકોને ગુજરાતી અને હિન્દી ફિલ્મની હિરોઇન અરૂણા ઇરાનીનો જન્મ દિવસ જરૂર યાદ આવે છે, તેમજ આપણને આ હિરોઇનની ખુબ જ ફેમસ થયેલ ફોલ્મો પણ યાદ આવે છે. તેઓના પતિ કુકુ કોહિલ કે જેઓ એક ફિલ્મ ડાયરેક્ટર છે અને તેઓના ભાઇ ઇન્દ્રકુમાર પણ ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર છે. અરૂણા ઇરાનીએ પોતાની ફિલ્મ કેરીયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ ગંગા-જમુનાથી 1961થી કરી હતી. 56 વર્ષની ફિલ્મ કેરીયર દરમિયાન તેઓએ આપણને ઘણી સારી ફિલ્મો આપી છે. વળી તેઓએ મહેમુદથી લઇને અમિતાભ જેવા દરેક કલાકારો સાથે કામ કર્યું છે. તેઓએ ગુજરાતી અને હિન્દી બંને ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. અને અત્યાર સુધી લગભગ 300 કરતાં પણ વધું ફોલ્મોમાં કામ કર્યું છે.
ખરેખર અરૂણા ઇરાનીએ અત્યાર સુધી જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યુ છે તે દરેકમાં તેમની એક્ટીંગ એકદમ જીવંત લાગે છે. હવે તો તેઓ સિરીયલોમાં પણ આવી રહયાં છે, જેમકે 'ઘર ઘર કી કહાની' વગેરે... તેમાં પણ તેઓની ખુબ જ સારી એક્ટીંગ છે જે ખરેખર સિરીયલને પણ જીવંત બનાવી દે છે. તેઓએ ફિલ્મો અને સિરીયલો બંન્નેમાં પોઝીટીવ અને નેગેટીવ બંન્ને પ્રકારના રોલ ખુબ જ સારી રીતે નિભાવ્યા છે. અરૂણા ઇરાની ગુજરાતી અને હિન્દી બંન્નેમાં હંમેશા સદાબહાર જેવા છે. તેઓ જેટલા સુંદર પહેલા હતાં તેટલાં સુંદર આજે પણ છે અને તેમની એક્ટીંગમાં પણ કોઇ ફરક નથી પડ્યો.