1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ

ગુલઝારના જન્મદિવસ પર વિશેષ

ગુલઝારના જન્મદિવસ પર વિશેષ
PRP.R
આ મહાન હસ્તિનો જન્મ 18મી ઓગસ્ટ ઝેલમ જિલ્લાના દીના ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ સંપૂર્ણસિંહ ઉર્ફ ગુલઝાર હતુ. ગુલઝારે બોલીવુડમાં એક લેખક, નિર્માતા, નિર્દેશક અને વિશેષ કરીને એક ગીતકારના રૂપમાં યોગદાન આપ્યું છે.

તેઓ નાનપણથી જ ગીત-સંગીતમાં ખૂબ રુચિ હતી. તેઓ રવિશંકર અને અલી અકબર ખાનના કાર્યક્રમમાં તેમને સાંભળવા જતા હતા. તેમને શેર-શાયરીનો શોખ પણ બાળપણથી જ હતો, અને આથી જ તે અંતાક્ષરી જેવા કાર્યક્રમોમાં ભાગ લેતા હતા.

1947માં આપણા દેશના ભાગલાં પડી ગયા, જેથી તેમનો પરિવાર અમૃતસર આવી ગયો. પણ ગુલઝારને તો પોતાના સપના પૂરા કરવા હતા, આથી તેઓ મુંબઈ આવી ગયા. અહીં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હાલાત એટલા ખરાબ હતા કે તેમને જીવનગુજારો કરવાં એક મોટર ગેરેજમાં કામ કરવું પડ્યુ. ત્યારબાદ તે એક કવિના રૂપમાં પ્રોગ્રેસિવ રાયટર્સ એસોસિયેશન (પીડબલ્યૂએ) સાથે જોડાઈ ગયા. તેમને 1961માં વિમલ રાયના મદદગાર ના રૂપે પોતાનું ફિલ્મી કેરિયર શરુ કર્યુ. ગુલઝારે ઋષિકેશ મુખર્જી અને હેમંતકુમારના મદદગાર પણ રહ્યા.

એક ગીતકારના રૂપમાં તેમનુ પહેલું ગીત 'મેરા ગોરા અંગ લઈ લે, મુજે શ્યામ રંગ દઈ દે' 1963માં વિમલરાયની ફિલ્મ 'બંદિની' ના માટે લખ્યુ. પરંતુ 'કાબુલી વાલા' ફિલ્મ જે પાછળથી બની છતાં 'બંદિની' પહેલા પ્રદર્શિત થઈ ગઈ અને તેના ગીતો 'એ મેરે પ્યારે વતન' અને 'ગંગા આયે કહા સે' આજે પણ ઓલ ટાઈમ્સ હિટના રૂપમાં યાદ કરાય છે.

આ પછી તો ગુલઝારે પાછળ વળીને જોયું જ નહી અને એક થી એક ચઢિયાતી ફિલ્મો આપી. 'પરિચય' ના ગીતોની કામયાબી પછી તો સંગીતકાર આર.ડી બર્મન ગુલઝારના વ્હાલાં બની ગયા. અને ત્યાર પછે તો આ જોડીના ગીત-સંગીત વાળી ફિલ્મોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. આ બંનેની જોડીવાળી ફિલ્મોમાં 'ખુશ્બૂ', 'આંધી', 'કિનારા', 'દેવતા'. 'ઘર' 'ગોલમાલ', 'ખૂબસૂરત', 'નમકીન', 'માસૂમ', 'ઈજાજત', અને 'લિબાસ' જેવી ફિલ્મો છે.

ગુલઝારને અત્યાર સુધી તેમને લખેલા ગીતો માટે નવ વખત ફિલ્મ ફેયર એવોર્ડ મળી ચૂક્યો છે. તેમને સૌથી પહેલાં વર્ષ 1977માં પ્રદર્શિત ફિલ્મ 'ઘરૌંદા' નું ગીત 'દો દિવાને શહેરમે ' માટે સર્વશ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મ ફેયર એવોર્ડ મળી ચૂક્યો છે. આ ઉપરાંત તેમને અન્ય ફિલ્મોના ગીતો જેવા કે.....

'આને વાલા પલ જાને વાલા હૈ' (ગોલમાલ) 1979
'હજાર રાહે મુડ કે દેખી' (થોડી સી બેવફાઈ)1980
'તુમસે નારાજ નહી જીંદગી' (માસૂમ)1983
'મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ' (ઈજાજત)1988
'યારા સિલી સિલી બિરહ કી રાત કા જલના' (લેકિન)1991
'ચલ છઈયા છઈયા' (દિલ સે)1998
'સાથિયા, સાથિયા...(સાથિયા)2002
'કજરારે કજરારે તેરે કાલે કાલે નૈના' (બંટી ઔર બબલી) 2005
વગેરે ફિલ્મો માટે પણ સર્વશ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળી ચૂક્યો છે.

આ ઉપરાંત તેમને ત્રણ વાર રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. જેમાં....

1972માં પ્રદર્શિત ફિલ્મ 'કોશિશ' માટે સર્વશ્રેષ્ઠ સ્ક્રીન પ્લે પુરસ્કાર
1975 માં પ્રદર્શિત ફિલ્મ 'મૌસમ' માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર
1987માં પ્રદર્શિત ફિલ્મ 'ઈજાજત' માટે સર્વશ્રેષ્ઠ ગીતકારનો પુરસ્કાર.

આ મહાન હસ્તીના જન્મ દિવસ પર તેમને હાર્દિક શુભકામનાઓ.
About Writer
સમય તામ્રકર