1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

વાળ માટે ઘરગથ્થુ ઉપચાર

વાળ માટે ઘરગથ્થુ ઉપચાર
નોર્મલ શેમ્પુ :

એક એક ચમચી આમળા, શિકાકાઇ, અરીઠા ત્રણેયને મીક્સ કરીને એક લીટર પાણીમાં પલાળીને મુકી દો. બીજા દિવસે આ પાણીથી વાળને ધુઓ. આ સારી રીતે વાળને સાફ કરશે. આનાથી વાળ કાળા, લાંબા અને ચમકીલા બને છે.

હેર ડાઇ :

આમળા 25 ગ્રામ, બ્રાહ્મી 25 ગ્રામ બંનેને 24 કલાક સુધી પાણીમાં પલાળીને રાખો. એક કિલો તલના તેલમાં આ પાણીને હાથેથી મસળો. હવે તેને ગરમ કરીને ઉકાળો બધું જ પાણી બળી જાય ત્યાર બાદ તેનો શીશીમાં ભરીને ઉપયોગ કરો.

આ સિવાય પણ તમે રોજ રાત્રે એક-એક ચમચી આમળ, હરડે અને બહેડાને 750 મિલિ પાણીમાં પલાળી રાખો. સવારે આનાથી તમારા વાળને સારી રીતે ધોઈ લો. આ પણ સારા પ્રકારની હેર ડાઈ છે.
About Writer
વેબ દુનિયા