સ્કીન માટેની ટીપ્સ
|
* સવારે ઉઠીને સૌથી પહેલાં પાણીની સાથે આદુનો એક નાનો ટુકડો ખાવાથી તમારી સ્કિન હંમેશા ચમકતી રહેશે.
* જેમની ઓઈલી સ્કિન હોય તેમણે લીબું અને પાણીને બરાબર માત્રામાં લઈને દસ મિનિટ સુધી ત્વચા પર લગાવી ધોઈ લો. આનાથી ચહેરા પર ચીકણાશ ઓછી થશે તેમજ ખીલ અને ડાઘ પણ ઓછા થઈ જશે.
* સુતા પહેલાં હંમેશા આંખોની ચારે બાજુ હલ્કા હાથે બદામનું તેલ લગાવી માલિશ કરવી જોઈએ.
* જેમની ત્વચા મિક્સ હોય તેમણે અડધા કપ દૂધની અંદર પાંચ ચમચી ઓલીવ ઓઈલ ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરો મુલાયમ રહે છે.