1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

ફળોમાં સમાયેલ છે સુંદરતાનું રહસ્ય

ફળો
N.D
કોઈ પણ ઋતુના ફળોમાંથી નીકળેલ રસનું એક પણ ટીંપુ પુરતુ છે તમારી ત્વચાની રક્ષા માટે. આની અંદર ખર્ચ પણ ઓછો થાય છે અને આ બજારમાં મળતા કોસ્મેટિક્સની મિલાવટથી તો ઘણાં સારા હોય છે. જુદી જુદી ઋતુમાં ઉપયોગ માટે આ સફળ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે.

સફરજન : આ ફળ ત્વચા પરનું તેલ શોષી લે છે.
રીત : સફરજનના એક મોટા ટુકડાનો ગર્ભ લઈને તેને ચહેરા પર 15 થી 20 મિનિટ માટે લગાવી રાખો. ત્યાર બાદ તેને ધોઈ લો.

બદામ : સુકી ત્વચા માટે આ ઘણી ઉપયોગી છે. આ ત્વચાને પોષકતા અને કોમળતા આપે છે.
રીત : એક કપ ઠંડુ દૂધ લો. આની અંદર એક અંશ જેટલી બદામ પીસીને નાંખો અને પછી તેને ખુબ જ ફેટી લો. પછી અડધો અંશ જેટલી ખાંડ નાંખો. પછી તેને ધીરે ધીરે મોઢા પર અને હાથ પર લગાવો. 20 મિનિટ પછી ઠંડા પાણી વડે ધોઈ લો.

W.D
ટામેટા : બીજા અન્ય ફળોની ઉપેક્ષાએ ટામેટામાં વધારે વિટામીન હોય છે. આ ત્વચાને રેશમી, મુલાયમ બનાવવામાં મદદ કરે છે. આના પ્રયોગની ચહેરા પર ડાઘ ધીરે ધીરે નીકળી જાય છે.
રીત : ટામેટાનો રસ, લીંબુનો રસ, ગ્લિસરીન સમાન માત્રામાં લઈને ભેળવી લો. હાથ અને મોઢુ ધોયા બાદ આ મિશ્રણ વડે ત્વચાની માલિશ કરો. અડધો કલાક પછી નવાયા પાણી વડે ધોઈ લો.