બદામ અને ચંદન વડે નિખારો ત્વચા
|
જો ચહેરા પર ઓરીના કે કોઈ ગુમડાના ડાઘ રહી ગયાં હોય તો બે પીસેલી બદામ, બે ચમચી દૂધ અને એક ચમચી સુકા સંતરાની છાલના પાવડરને ભેળવીને ધીરે ધીરે ચહેરા પર રગડો અને રહેવા દો. લગભગ એકાદ કલાક પછી તેને વોશ કરી લો. રોજ તેને લગાવવાથી તમે જાતે જ ફરક અનુભવશો.
કાચુ દૂધ અને ચંદનનો પાવડર :
તડકાને લીધે કાળી પડી ગયેલી ત્વચામાં ફરીથી નિખાર લાવવા માટે નારિયેળનું પાણી, કાચુ દૂધ, ખીરાનો રસ, લીંબુનો રસ, બેસન અને થોડોક ચંદન પાવડર ભેળવીને તેની પેસ્ટ બનાવો. આને સ્નાન કરવાના એક કલાક પહેલા લગાવી દો. અઠવાડિયામાં બે વખત કરો, ચહેરા પરની કાળાશ દૂર થઈ જશે અને ત્વચા સ્નિગ્ધ થઈને ફેયર થવા લાગશે.