1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય

તારા અને મારા માટે

તારા અને મારા માટે
ચાલ ઉજવીએ રક્ષાબંધન બેનડી આપણે બંન્ને સાથે-સાથે
તું મને મીઠાઈ ખવડાવજે અને રાખડી બાંધજે મારે હાથે

બધા કરતાં સુંદર દેખાય રાખડી તારી મારા હાથે
નહી ગમે તો નહી આપુ ભેટ, જે લાવ્યો છુ હું તારા માટે.

સૌથી પહેલાં તૈયાર થઈને હું ચાંલ્લો લગાવું તારા હાથે
તારા વગર છે નકામો આજનો દિવસ મારા માટે.

સાથે જમીએ, સાથે ફરીએ મસ્તી કરીએ બંને સાથે
રમીએ સાથે એ રમકડાંથી જે લાવ્યો હતો હું તારે માટે
About Writer
કલ્યાણી દેશમુખ
kalyani deshmukh.... બધા વાંચો