1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

આદુના ફિશ પકોડા

આદુના ફિશ પકોડા
સામગ્રી: - 400 ગ્રામ બોનસેલ સોલ માછલી, 100 ગ્રામ આદુ-લસણની પેસ્ટ, 60 ગ્રામ લીંબુનો રસ, 100 ગ્રામ મેંદો, 60 ગ્રામ કોર્નફ્લોર, 100 ગ્રામ કાપેલ આદુના ટુકડા, 2 ઇંડા, 20 ગ્રામ લાલ મરચાનો પાવડર, 10 ગ્રામ સુકાયેલ મેથીના પાન , 20 ગ્રામ જીરાનો પાવડર, મીઠુ સ્વાદ અનુસાર, તળવા માટે તેલ.
NDN.D


રીત :માછલીને આંગળીના આકારે કાપી લો. ત્યાર બાદ સારી રીતે ધોઇને એક ચોખ્ખા વાસણમાં રાખો. એક વાટકામાં મેંદો, આદુ-લસણની પેસ્ટ, લીંબુનો રસ, કોર્નફ્લોર, કાપેલ આદુના ટુકડા, ઇંડુ, લાલ મરચાનો પાવડર, સુકાયેલ મેથીના પાન, જીરાનો પાવડર, ગરમ મસાલો અને મીઠુ નાંખીને સારી રીતે મિક્સ કરી લો.

તૈયાર મિશ્રણમાં માછલીના ટુકડાઓને સારી રીતે ડબોળીને સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો. ટિશ્યુ પેપેર પર રાખીને વધારાનું તેલ કાઢી લો અને ફુદીનાની ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
About Writer
વેબ દુનિયા