સામગ્રી - 6 ઈંડા બાફેલા, 3 ડુંગળી, 6 લીલા મરચા, 1 ચમચી મકાઈના લોટ, 1 ચમચી સિરકા, 2 ચમચી સોયાસોસ, ચોથાઈ ચમચી ખાંડ અને સ્વાદ મુજબ મીઠુ.
બનાવવાની રીત - ડુંગળીને સ્લાઈસમાં કાપો. લીલા મરચાને લાંબી કાપીને મૂકો, એક બાઉલમાં મકાઈના લોટમાં થોડુ પાણી નાખીને પેસ્ટ બનાવી લો.
હવે કડાહીમાં ત્રણ ચમચી તેલ ગરમ કરો અને ડુંગળીને થોડી સેકી લો. આમા મકાઈનુ પેસ્ટ, સોયા સોસ, સોડા, મીઠુ અને ખાંડ નાખો અને સારી રીતે મિક્સ કરો.
હવે ઈંડાને બે ટુકડામાં કાપી લો અને તેમા લીલા મરચાની સાથે મિશ્રણમાં નાખો અને ઉકળવા દો. બે મિનિટ સુધી ધીમા ગેસ પર થવા દો પછી ગરમા ગરમ પીરસો.
|