બંગાળી પાઠી શાપ્ટા
|
રીત : મેંદામાં અને રવાની અંદર મીઠુ નાંખીને તેનું મિશ્રણ તૈયાર કરો. તેને એક કલાક સુધી ગળવા દો. માવાને કડાઇમાં નાંખી થોડોક ગરમ કરો. તેમાં દળેલી ખાંડ નાંખીને તેને પાંચ મિનિટ સુધી ઘુંટો અને બધા જ સુકા મેવાને તેમાં નાંખી દો. તેમાં દળેલી ઇલાયચી પણ ભેળવી દો.
નોનસ્ટીક તવાની અંદર થોડુક તેલ નાંખી તેને ગરમ કરો. ગરમ થાય એટલે એક મોટી કરછીમાં મિશ્રણ ભરીને તેને ગોળાકાર ફેલાવી દો. તેને શેકાવા દો. ચારે બાજુ તેલ લગાવી દો. ફરીથી તેને ઉંધો કરીને શેકો. જ્યારે સારી રીતે શેકાઇ જાય ત્યારે માવાનું પાતળુ પડ વચ્ચે લંબાઇમાં નાંખીને તેને બંન્ને બાજુથી વાળી દો.
હવે તેને પ્લેટમાં રાખો. બંગાળી વાનગી પાઠી શાપ્ટા ખાવામાં ખુબ જ મધુર, શાહી મિઠાશ તેમજ સ્વાદથી ભરપુર હોય છે.