1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન

ચાઈનીઝ રવા ઉત્તપમ

ચાઈનીઝ રવા ઉત્તપમ
N.D
સામગ્રી - રવો-250, અડધી વાડકી દહીં, ગાજર-શિમલા મરચું, કોબીજ, લીલી ડુંગરી, મીઠું સ્વાદ મુજબ, ચિલી સોસ, સોયા સોસ અને શેકવા માટે થોડું તેલ.

વિધિ- દહીંમાં મીઠું અને રવો નાખીને એક રસ કરી લો. આ ખીરું પાતળું રાખવું હોય તો થોડું પાણી નાખી દો. પછી બે કલાક માટે આને મૂકી રાખો. જેથી રવો ફૂલી જશે.

બધી શાકભાજીને ઝીણી સમારી લો. અને તેમાં મીઠું અને ચાટ મસાલો નાખી દો. જ્યારે લાગે કે રવો સારી રીતે ફુલી ગયો છે,ત્યારે નોનસ્ટિક તવા પર થોડું તેલ લગાવી એક પળી રવો ફેલાવી દો.

ત્યારબાદ ઝીણી સમારેલી શાકભાજીને ઉપર ફેલાવી દો. એક બાજુ સેક્યા પછી ઉત્તપમ પલટાવી દો. જ્યારે સારી રીતે સેકાય જાય ત્યારે ચિલી સોસ અને સોયા સોસ સાથે ગરમા ગરમ પરોસો.
About Writer
વેબ દુનિયા