તે મોઢા વડે કાઢે છે... પથરી !!
|
ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો...
થોડીજ વારમાં અમને એક ગોવાળ દેખાયો. અમે જ્યારે તેને રલાયતા ગામનો રસ્તો પુછ્યો તો તેણે તરતજ સામેથી વળતો સવાલ કર્યો શુ તમારે પથરી કાઢવી છે? અમે કહ્યું હા, એવું જ સમજો.
તેણે કહ્યું કે તો આમ તેમ શા માટે ભટકો છો. સામે જ એક રસ્તો છે, ત્યાં તમને જે મળે તેઓને આગળનો રસ્તો પૂછી લેજો. તમે સાચી જગ્યાએ પહોંચી જશો. અમે તેની સલાહ માનીને તે રસ્તે ગયા અને થોડીજ વારમાં સીતાબાઈની ઝૂંપડી પાસે આવી પહોંચ્યા.
|
આ પ્રક્રિયા લગાતાર લાંબા સમય સુધી ચાલતી રહી. જેવો જ તેમને થોડો સમય મળ્યો કે અમે પ્રશ્નોનો મારો ચલાવ્યો. સીતાબાઈ એ કહ્યું કે "હું છેલ્લા 18 વર્ષોથી પથરી કાઢવાનું કામ કરી રહી છું.' પોતાની વાતને આગળ વધારતા તેઓએ કહ્યું કે, " હું હવા છું અને મારા 52 સ્થાન છે. દરેક જગ્યાએ હું અલગ અલગ કામ કરું છું. સારવારનો મૂળ મંત્ર માં પ્રત્યે શ્રધ્ધા છે. વિશ્વાસ સાચો હશે તો યોગ્ય સારવાર થશે નહિ તો કશુ જ નહિ થઈ શકે'.
|
બાજુમાં એક બ્રાહ્મણ, પીડિત લોકોને પાલક, ટમેટાં, રીંગણા નહી ખાવાની સલાહ આપી રહ્યાં હતા. અને ત્યાંજ તુલસીના પાન, બીલપત્રનું ચૂર્ણ દવા તરીકે આપવામાં આવી રહ્યું હતું. જે ત્રણ દિવસ સુધી સાંજે ખાવાની સલાહ આપવામાં આવી રહી હતી. સીતાબાઈ પાસે સારવાર કરાવવાં માટે રાજસ્થાન, કાનપુર, ગ્વાલિયર વગેરે જુદી જુદી જગ્યાઓથી લોકો આવ્યાં હતા.
સર્વેક્ષણમાં ભાગ લેવા માટે અહીં ક્લીક કરો...
|
ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો...
ભગવાન દેવી ની જેમ ઘણાં લોકો હતા જે અહીં પહેલીવાર આવ્યાં હતાં. તો કેટલાક લોકો બીજીવાર આવ્યાં હતા. જે બીજીવાર આવ્યાં હતાં તેમને પૂછતાં જાણવા મળ્યું કે તેમને દર્દમાં ખૂબ રાહત મળી છે. એવા જ એક વ્યક્તિ મનોજનું કહેવું હતું કે હવે હું ગ્વાલિયર જઈને અલ્ટ્રાસાઉંડ કરાવીને જોઈશ ત્યારે ખબર પડશે કે પથરી છે કે નહીં.
| |
|
અહીં સારવાર લીધેલા ઘણા લોકોનું કહેવું છે કે તેમની પથરી સારી થઈ ગઈ છે. પણ ડૉક્ટરોને આ વાત પર ભરોસો નથી. જ્યારે આ અંગે જનરલ સર્જેન ડૉ. અપૂર્વ ચૌધરી જોડે વાત કરવાંમાં આવી તો એમને બતાવ્યુ કે પથરી જો ઝીણી હશે તો તે પેશાબના રસ્તે બહાર નીકળી જશે. નહી તો સંપૂર્ણ સારવાર વગર તે દૂર થઈ શકે જ નહી . મોઢાં વડે પથરી કાઢવી શક્ય જ નથી. બની શકે કે કોઈ પથ્થરને પહેલાથી જ મોઢાંમાં રાખ્યો હોય અને પથરી કાઢવાનો દાવો કરે.
|
ક્યારથી આ સારવાર કરવાનું ચાલું કર્યુ તો તેમને કહ્યું કે હું જ નથી જાણતી, આ પ્રક્રિયા ક્યારે અને કેવી રીતે શરુ થઈ. બસ સપનામાં દેવીમાં એ આદેશ કર્યો હતો. નાનપણથી જ હું દેવીમાંની ઉપાસક રહી છું જ્યાં સુધી મને યાદ છે છેલ્લા 18 વર્ષોથી હું આ જ રીતે પથરી કાઢી રહી છું, કેટલાક લોકો સારા પણ થયા છે. આ કોઈ વિદ્યા કે જ્ઞાન નથી જે હું બીજાને વહેંચી શકું, આ તો દેવીમાંની કૃપા છે. હું જે પણ કાંઈ કરું છું - તે માતાજી મારી પાસેથી કરાવે છે.