અડધી રાત પછી ઘોર-અઘોર સાધના...
|
ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો....
અમે સવાલોના જવાબ શોધવાનો ક્ર્મ તાંત્રિકને શોધવાનું ચાલુ કરીને કર્યો. બહું જલ્દી જ અમારી આ શોધ પૂરી થઈ અને અમે પહોંચી ગયા સેવેન્દ્રનાથ દાદાજીની પાસે. દાદાજીના નામે પ્રખ્યાત આ સ્મશાન સાધક તારાપીઠના શિષ્ય છે. થોડી આનાકાની પછી તે અમને સ્મશાન સાધના વિશે બતાવવા તૈયાર થયા.
તેમણા જણાવ્યા મુજબ ‘અઘોરી સ્મશાન ઘાટમાં ત્રણ પ્રકારની સાધના કરે છે - સ્મશાન સાધના. શિવ સાધના, શબ સાધના “ જેમાં શબ સાધના સૌથી કઠિન છે. ‘ શબ સાધના ના માટે એક ખાસ કાળમાં સળગતી ચિતામાં શબ પર બેસીને સાધના કરવામાં આવે છે. જો પુરુષ સાધક હોય તો એને સ્ત્રીનું શબ અને સ્ત્રી સાધક હોય તો એને પુરુષનું શબ જોઈતું હોય છે. તેમનું કહેવું છે કે , “શબ સાધનાની ચરમ સીમા પર મડદું બોલી ઉઠે છે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે.”
આ તપસ્યામાં સામાન્ય લોકોને પ્રવેશ આપવામાં નથી આવતો. આવી તપસ્યાઓ હંમેશા તારા પીઠના સ્મશાન, કામાખ્યા પીઠના સ્મશાન, ત્ર્યંમ્બકેશ્વર અને ઉજ્જૈનના ચક્રતીર્થના સ્મશાનમાં થાય છે.
|
આ બે સાધના ઉપરાંત ત્રીજી સાધના હોય છે સ્મશાન સાધના, જેમાં સામાન્ય પરિવારોને પણ શામિલ કરવામાં આવે છે. આ સાધનામાં મડદાંની જગ્યાએ શબપીઠની પૂજા કરવામાં આવે છે. તેની પર ગંગાજળ ચઢાવવામાં આવે છે. અહીં પ્રસાદના રુપમાં માંસ-મદિરાની જગ્યાએ માવો ચઢાવવામાં આવે છે.
જાણકારી મળ્યા પછી અમે બીજા એક અઘોરીનો સંપર્ક કર્યો. ચંદ્રપાલ નામનો આ અધોરી અમને શબ સાધના બતાવવાં તૈયાર થઈ ગયો. પણ તેમણે એક શરત મૂકી કે જ્યારે મારો શિષ્ય તમને કહે ત્યારે તમારે અહીંથી ઉઠીને ચાલ્યા જવાનું. ત્યારબાદ અમે તે અધોરી સાથે ઉજ્જૈનની ક્ષિપ્રા નદીના કિનારે આવેલા સ્મશાન ઘાટ ગયા. ત્યાં અઘોરીન એક શિષ્યએ એક ચિતાનો બંદોબસ્ત કરી મૂક્યો હતો.
|
ત્યાંના વાતાવરણમાં એક અનોખી ગંધ હતી. ...રાખ અને ચામડી બળવાની ગંધ....તેમા ભળી અગરબત્તિયો અને ધૂપબત્તીની સુવાસ... આવા વાતાવરણમા અધોરીનું રુપ બહું ભયાનક લાગતું હતું. દીપ દાન પછી થોડીવાર આમ જ મનમાં કશુ બડબડ્યાં પછી અઘોરીએ ચિતાની ચારેબાજુ એક રેખા ખેંચી મૂકી અને અમને તેને ઓળંગવાની ચોખ્ખી ના પાડી દીધી. અને પછી તુતઈ વગાડવાનું શરુ કર્યુ. અઘોરીના શિષ્યે બતાવ્યું કે આવું કરીને અઘોરી બીજી પ્રેતાત્માઓને પોતાની સાઘનામાં વિઘ્ન નાખવાંથી રોકે છે. તે પછી અઘોરીએ ઝડપથી ચિતાની ચારે બાજુ ચક્કર લગાવવાનું શરું કરી દીધું.
ચક્કર લગાવતા સમયે અઘોરી ચુપચાપ કશું બડબડ કરતો હતો. સાથે સાથે તે ચિતા પર પાણી પણ છાંટતો જતો હતો. તે પછી અઘોરી અચાનક ઉછળ્યો, અને તેણે સળગતી ચિતા પર પગ મૂકી દીઘો. તે પછી તપસ્યા ચાલુ રહી. અમે બહુ મોડાં સુધી અઘોરીને આ જ અવસ્થામાં જોતા રહ્યાં. અઘોરીએ પોતાનું તપ ચાલું રાખ્યું .....લગભગ એક કલાક પૂરો થઈ ગયો.
|
અમે ભારે મનથી ત્યાંથી હટી ગયા... સ્મશાનથી નીકળ્યા પછી પણ વિચિત્ર ગંધ અમારો પીછો નહોતી છોડતી. શબ સાધના પછી શું મડદું જીવતું થાય છે ? અમારો આ સવાલ અધૂરો જ રહી ગયો. પણ આ યાત્રા દરમિયાન અમે જાણ્યું કે કેટલાક લોકો આ દુનિયાથી અલગ બીજી દુનિયામાં જ મસ્ત રહે છે.
આ લોકોએ અમને સમજાવ્યું કે ‘ અઘોરીનો મતલબ હોય છે - ઘોર સાધના કરવા વાળો.....જે નિર્જન સ્મશાનમાં અમે દિવસે જતાં પણ ડરીએ છે, ત્યાં આ લોકો રાતે ચેનની વાંસળી વગાડે છે. ત્યાં સળગતી ચિતા પર ઘોર સાધના કરવી પણ ખૂબ દુષ્કર છે. અમે અમારી આ યાત્રા દરમિયાન જેટલા પણ અઘોરીઓને મળ્યા, તે બધામાં એક વાત સમાનરુપે જોવા મળી કે સળગતી ગરમ ચિતામાં તપ કરવાંથી તેમના બધાના પગ ભૂરા પડી ગયા હતા. પણ તેમને આ વાતથી કાંઈ ફેર નહોતો પડતો. બસ, આ લોકો તો પોતાની સાધનામાં ડૂબ્યાં રહેવાં માંગે છે. હવે તમે આને જે પણ સમજો. પણ અમારા જ સમાજમાં આ એક એવો સમૂહ છે, જે ઘોર-અંધારી રાતે જ પોતાનું કામ કરે છે.