અમંગળને મંગળ કરે - મંગળનાથ
પુરાણો પ્રમાણે અહીં ધરતીપુત્ર મંગળનો જન્મ થયો હતો
|
મંગળનાથની ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો.
|
મંગળના જન્મની કથા આ પ્રમાણે છે.....
અંધકાસુર નામનો દાનવને ભગવાન શંકરે વરદાન આપ્યું હતું કે, તેના રક્તથી સૈંકડો દાનવો જન્મ લેશે. વરદાન મેળવ્યા બાદ અંધકાસુરે અવંતિકા નગરીમાં હાહાકાર મચાવી દીધો હતો. જ્યારે દીન-દુઃખી લોકોએ દેવાધીદેવ મહાદેવને પ્રાર્થના કરી ત્યારે ભક્તોનાં સંકટને દૂર કરવા સ્વયં ભગવાન શિવે અંધકારસુર સાથે યુદ્ધ કર્યું. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. શંકરને પરસેવો આવી ગયો. રૂદ્રના પરસેવાની ગરમીનાં કારણે ઉજ્જૈનની ધરતી ફાટીને બે ભાગમાં વહંચાઇ ગઇ અને મંગળનો જન્મ થયો. શિવજીએ દાનવ અંધકાસુરનો વધ કર્યો અને તેનાં રક્તની બૂંદોને નવઉત્પન્ન મંગળ ગ્રહે પોતાની અંદર સમાવી લીધી. માટે જ કહેવાય છે કે, મંગળની ધરતી લાલ રંગની છે.... (સ્કંધ પરાણનાં અવંતિકા ખંડ અનુસાર)
|
અહીંના લોકોને શ્રદ્ધા છે કે, પક્ષીઓનાં સ્વરૂપમાં મંગળનાથ સ્વયં પ્રસાદ ખાવા આવે છે. મંગળ ગ્રહને મેષ અને વૃશ્ચિક રાશીનો સ્વામી માનવામાં આવે છે.
|
દંતકથાઃ- મંગળનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવાથી કુંડળીમાં ઉગ્ર મંગળ ગ્રહ શાંત થઇ જાય છે. આ ધારણાનાં કારણે દરેક વર્ષે જેઓની કુંડળીમાં મંગળદોષ હોય તેવા હજારો નવયુગલો પૂજા-પાઠ કરવા અહીં આવે છે.
ક્યારે જવું- દરેક મંગળવારે આ મંદિરમાં લોકોની ભીડ જામે છે, પરંતુ માર્ચની અંગારક ચતુર્થી અહીંનું સૌંદર્ય અદ્દભૂત હોય છે. તમે તમારી સગવડ પ્રમાણે આ મંદિરમાં ગમે ત્યારે આવી શકો છો.
| |
|
રોડ માર્ગઃ- ઉજ્જૈન-આગ્રા-કોટા-જયપુર માર્ગ, ઉજ્જૈન-બદનાવર-રતલામ-ચિત્તૌડ માર્ગ, ઉજ્જૈન-મક્સી-શાજાપુર-ગ્વાલિયર-દિલ્લી માર્ગ, ઉજ્જૈન-દેવાસ-ભોપાલ માર્ગ, ઉજ્જૈન-ધુલિયા-નાસિક-મુંબઇ માર્ગ.
રેલ્વે માર્ગઃ- ઉજ્જૈન થી મક્સી-ભોપાલ માર્ગ (દિલ્લી-નાગપુર લાઇન), ઉજ્જૈન-નાગદા-રતલામ માર્ગ (મુંબઇ-દિલ્લી લાઇન), ઉજ્જૈન-ઇંદોર માર્ગ (મીટરગેજથી ખંડવા લાઇન), ઉજ્જૈન-મક્સી-ગ્વાલિયર-દિલ્લી માર્ગ
હવાઇ માર્ગઃ- ઉજ્જૈનથી ઇંદૌર એરપોર્ટ લગભગ 65 કિલોમીટર દૂર છે.
ક્યાં રહેવું:- ઉજ્જૈનમાં સારી હોટલોથી સામાન્ય ધર્મશાળા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત મહાકાળ સમિતિનું મહાકાળ અને હરસિદ્ધિ મંદિરની આજુ-બાજુ સારી ધર્મશાળા છે. આ ધર્મશાળામાં એસી, નોન એસી અને ડોરમેટ્રી રૂમની સગવડ છે. મંદિરની પ્રબંધક સમિતિ તેનો રખરખાવ સારો કરે છે.