નર્મદા નદીને મધ્યપ્રદેશની જીવનરેખા માનવામાં આવે છે. આ નદીના કિનારે સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર. આ મંદિર બાર જ્યોતિર્લિંગોમાં નું એક છે. અહીં સુંદર મનમોહન વાતાવરણમાં આવીને શ્રધ્ધાળુ શિવભક્તિમાં લીન થઇ જાય છે. આ મંદિરની એક ખાસિયત છે એ પણ છે કે જે પહાડી પર મંદિર બનાવવામાં આવ્યું છે. તે સ્વયં ઓમ પહાડી પણ ઓમ આકારની છે. તેની સાથે સાથે જો તેને ઉંચાઇ પરથી જોવામાં આવે તો માઁ નર્મદે પણ ઓમ ના પવિત્ર આકારમાં ખળ-ખળ વહેતી નઝર આવે છે. અહીં ગતિમાન નર્મદાના શાંત રૂપ જોવા મળે છે.
એક રોચક તથ્ય એ પણ છે કે અહીં એક નદી બે શિવલીંગ છે, જેમાં ઓમકારેશ્વર અને મમલેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. બંને વિશે માન્યતા છે કે તે સ્વયંભૂ છે.બંનેય મંદિરના અલગ-અલગ કિનારા પર બનેલા છે.
કહેવામાં આવે છે કે અહીં મંઘાતા નામના દિવ્ય પુરૂષના બે પુત્રો અંબરીષ અને મુષુકુંદને કઠોર તપસ્યા કરી હતી, માટે અહીં એક નહીં પણ બે શિંવલીંગ સ્થાપિત છે. પુત્રોની કઠોર તપસ્યાને કારણે અહીંના પર્વતને મંઘાતા પર્વતના નામે ઓળખવામાં આવે છે.
- શિવ પુરાણના અનુસાર ઓમકાર બાબા અને મમલેશ્વરજીને ઓમકારેશ્વરના સ્વામી માનવામાં આવે છે. દર સોમવારે આ બંને પોતાની પ્રજાના દુખ:સુખને જાણવા માટે નગર ભ્રમણ કરવા નિકળે છે. આ સમયે ઓમકારા ભગવાનને ગાજતાં-વાજતાં સાથે હોડીમાં બેસાડી મમલેશ્વર મંદિરવાળા ઘાટ પર લઇ જવામાં આવે છે. અને પછી અહીંથી બંને ભગવાનોની સવારી નગર ભ્રમણ માટે નિકળે છે. દર સોમવારે થનાર આ આયોજન શ્રાવણ મહિનાના સોમવારના દિવસે વિશિષ્ટ હોય છે.તેમના આરાધ્યના દર્શન માટે શહેરમાં દરેક તરફ ભક્તોની ભીડ જામે છે. તો પછી છેલ્લાં સોમવારના મનોહર દ્રશ્યનું તો શું કહેવું. છેલ્લાં સોમવરના દિવસે અહીં ગુલાલ હોળી રમવામાં આવે છે. જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ગુલાલથી ભરાઇ જાય છે.
|