ઓમકારેશ્વર બાબાની શાહી સવારી....
|
એક રોચક તથ્ય એ પણ છે કે અહીં એક નદી બે શિવલીંગ છે, જેમાં ઓમકારેશ્વર અને મમલેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. બંને વિશે માન્યતા છે કે તે સ્વયંભૂ છે.બંનેય મંદિરના અલગ-અલગ કિનારા પર બનેલા છે.
|
કહેવામાં આવે છે કે અહીં મંઘાતા નામના દિવ્ય પુરૂષના બે પુત્રો અંબરીષ અને મુષુકુંદને કઠોર તપસ્યા કરી હતી, માટે અહીં એક નહીં પણ બે શિંવલીંગ સ્થાપિત છે. પુત્રોની કઠોર તપસ્યાને કારણે અહીંના પર્વતને મંઘાતા પર્વતના નામે ઓળખવામાં આવે છે.
- શિવ પુરાણના અનુસાર
ઓમકાર બાબા અને મમલેશ્વરજીને ઓમકારેશ્વરના સ્વામી માનવામાં આવે છે. દર સોમવારે આ બંને પોતાની પ્રજાના દુખ:સુખને જાણવા માટે નગર ભ્રમણ કરવા નિકળે છે. આ સમયે ઓમકારા ભગવાનને ગાજતાં-વાજતાં સાથે હોડીમાં બેસાડી મમલેશ્વર મંદિરવાળા ઘાટ પર લઇ જવામાં આવે છે. અને પછી અહીંથી બંને ભગવાનોની સવારી નગર ભ્રમણ માટે નિકળે છે.
|
દર સોમવારે થનાર આ આયોજન શ્રાવણ મહિનાના સોમવારના દિવસે વિશિષ્ટ હોય છે.તેમના આરાધ્યના દર્શન માટે શહેરમાં દરેક તરફ ભક્તોની ભીડ જામે છે. તો પછી છેલ્લાં સોમવારના મનોહર દ્રશ્યનું તો શું કહેવું. છેલ્લાં સોમવરના દિવસે અહીં ગુલાલ હોળી રમવામાં આવે છે. જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ગુલાલથી ભરાઇ જાય છે.
|
કેવી રીતે જઇશું-
હવાઇમાર્ગ- અહીંથી લગભગ 77 કિલોમીટર દૂર ઇન્દોર એરપોર્ટ છે. અહીંથી એરપોર્ટ દિલ્લી,મુંબઇ અને ભોપાલથી જોડાયેલ છે. રેલમાર્ગ- અહીંથી 12 કિલોમીટર દૂર ખંડવા-રતલામ જંકશન છે. પશ્વિમી રેલવે મુખ્યાલય હોવાને કારણે અહી અવર-જવર માટે સર્વ સુલભ છે. સડક માર્ગ-ઓમકારેશ્વર મધ્યપ્રદેશના ઇન્દોર,ઉજ્જૈન,ખંડવા વગેરે શહેરોથી જોડાયેલ છે.આ શહેરોથી થઇને આગ્રા-મુંબઇ માર્ગ નીકળે છે.આવી રીતે અહીં સડકમાર્ગ પણ સુલભ છે. અહીં નિયમીત બસ સેવા ઉપલબ્ધ છે.