નાગચંદ્રેશ્ર્વર મંદિર વર્ષમાં એક વાર ખુલે છે !
|
નાગચંદ્રેશ્વરની વિશેષ ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો....
મંદિરમાં શિવશંભુની અદ્દભૂત પ્રતિમા સ્થપાયેલી છે. આ પ્રતિમામાં શિવજી તેમના આખા પરિવારની સાથે નાગસિંહાસન ઉપર બેઠેલા છે. માનવામાં આવે છે કે આખી દુનિયામાં આ એકમાત્ર એવું મંદિર છે કે જેમાં વિષ્ણુ ભગવાનની જગ્યા ભગવાન ભોળેનાથ સર્પની પથારી પર વિરાજમાન છે. મંદિરમાં સ્થાપિત પ્રાચીન મૂર્તીમાં શિવજી, ગણેશજી અને માં પાર્વતીની સાથે દશમુખી સર્પ પથારી પર વિરાજમાન છે. શિવશંભૂના ગળા પર અને હાથોમાં ભુંજગ વિટાળેલા છે.
|
'કહેવામાં આવે છે કે સર્પરાજ તક્ષકે શિવશંકરને પ્રસંન માટે ઘોર તપસ્યા કરી. આ તપસ્યાથી ભગવાન ભોળેનાથ ખૂબજ પ્રસન્ન થયા અને તેઓએ સર્પોના રાજા તક્ષક નાગને અમરત્વનું વરદાન આપ્યું. એવી માન્યતા છે કે તે પછી તક્ષક રાજા એ પ્રભુના સાનિધ્યમાં જ વસવાટ કરવાનું શરૂ કરી દીધુ. - પૌરાણિક માન્યતા.
|
કહેવામાં આવે છે કે આ મંદિરમાં દર્શન કર્યા બાદ વ્યક્તિ કોઇ પણ પ્રકારના સર્પ દોષથી મુક્ત થઇ જાય છે. આથી નાગપંચમીના દિવસે ખૂલતા આ મંદિરની બહાર ભક્તોંની લાંબી લાઇનો લાગી જાય છે. બધાની એવી મનોકામના હોય છે કે નાગરાજ પર વિરાજેલા શિવશંભૂના તેઓને ફકત એકવાર દર્શન થઇ જાય.
કયારે જવું : આ મંદિરના દર્શન કરવા હોય તો નાગપંચમીના દિવસે જવું પડે કારણ કે આ દિવસ સિવાય આખા વર્ષ દરમિયાન આ મંદિરના દરવાજા બંધ રહે છે. જો ઉજ્જૈન દર્શન કરવા હોય તો નાગપંચમીના થોડાક દિવસ પહેલા યા પછીના સમયે કરવા, જેથી નાગરાજ તક્ષકના દર્શન પણ વ્યવસ્થિત થઇ શકે.
|
રોડ માર્ગ થી - ઉજ્જૈન-આગરા-કોટા-જયપુર માર્ગ,
ઉજ્જૈન-બદનાવર-રતલામ-ચિત્તોડ માર્ગ,
ઉજ્જૈન-મક્સી-શાજાપુર-ગ્વાલિયર- દિલ્હી માર્ગ,
ઉજ્જૈન-દેવાસ-ભોપાલ માર્ગ,
ઉજ્જૈન-ધુલિયા-નાસિક-મુંબઇ
રેલ માર્ગ થી- ઉજ્જૈન થી મકસી-ભોપાલ માર્ગ (દિલ્હી-નાગપુર લાઇન),
ઉજ્જૈન-નાગદા-રતલામ માર્ગ (મુંબઇ-દિલ્હી લાઇન),
ઉજ્જૈન-ઇંદોર માર્ગ (મીટરગેજ થી ખંડવા લાઇન),
ઉજ્જૈન-મક્સી-ગ્વાલિયર-દિલ્હી માર્ગ.
હવાઇ માર્ગ થી - ઉજ્જૈન થી ઇંદોર એરપોર્ટ લગભગ 65 કિ.મી દૂર છે.
ઉજ્જૈનમાં સારી હોટલોં થી લઇને સામાન્ય ધર્મશાળા સુધી બધું છે. તેની સાથે સાથે મહાકાળ સમિતિની મહાકાળ અને હરસિદ્ધિ મંદિરની પાસે સારી ધર્મશાળાઓ છે. આ ધર્મ શાળાઓંમાં એસી, નોન-એસી રૂમ અને ડોરમેટ્રી હાજર છે. મંદિર પ્રબંધ સમિતિ એમની સારી દેખ-ભાળ કરે છે.